હળવદમાં સતત બીજા દિવસે પણ એસટી બસનો અકસ્માત

- text


મોરબીથી ઉદેપુર એસ ટી બસનો પ્રાઇવેટ ટ્રાવેલ્સ સાથે અકસ્માત જાનહાની ટળી

હળવદ વૈજનાથ ચોકડી પાસે આજે એસટી બસની બ્રેક ફેઈલ થતાં ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી સદનસીબે અકસ્માત ગંભીર નહીં થતાં જાનહાનિ ટળી હતી.

હળવદ સરા ચોકડી પાસે છોટાઉદેપુરથી મોરબી તરફ જતી એસટી બસની બ્રેક ફેઇલ થતા ભુજથી અમદાવાદ જતી પટેલ ટ્રાવેલ્સની બસ સાથે અકસ્માત થયો હતો.સદનસીબે મોટી જાનહાનિ ટળી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છેકે હજુ ગતકાલે જ હળવદ ત્રણ રસ્તા પાસે પુરપાટ ઝડપથી સુરેન્દ્રનગરથી હળવદ આવતી એસટી બસે મોટરસાયકલને અડફેટે લેતાં બાઈક સવારનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારે આજે સતત બીજા દિવસે પણ એસટી બસની બ્રેક ફેઈલ થતાં ખાનગી બસનો અકસ્માત થતાં એસટી બસ સામે પ્રશ્નો ઊભા થયા છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા ‘સલામત સવારી એસટી અમારીની ડીંગો હાકતી સરકારની પોલ ખુલ્લી પડી જવા પામી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text