ફેકટરી માલિક અને સ્ટાફગણે ૪૫૦ વૃક્ષો વાવ્યા : પ્રસંશનીય પગલું

- text


મોરબી : ઉનાળાની કાળઝાળ ગરમીનું એક કારણ વધતું ઔદ્યોગિકરણ, વધતા વાહનો અને ખાસ કરીને ઘટતા વૃક્ષોને માનવામાં આવે છે. માનવી પોતાના અંગત સ્વાર્થ માટે વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યો છે. ઘટતા જંગલોનો કારણે અનિયમિત વરસાદની પેટર્ન ઉદભવી છે તો સાથો સાથ ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ પણ પેદા થઈ છે. ત્યારે વૃક્ષારોપણ કરી એની માવજત કરવાની આજના સમયમાં તાતી જરૂરિયાત ઉભી થઇ છે.

- text

મોરબીમાં વધતા ઔદ્યોગિક વિસ્તારને કારણે ઘણા વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. ચારે બાજુ ફેકટરીઓ અને પ્રદુષણ ઓંકતી ચીમનીઓ વાયુમાં ઝેર ફેલાવી રહી છે ત્યારે સોનારા સીરામીક ઇન્સ્ટ્રીઝ અને સનકોર ટાઇલ્સ પ્રા. લી. દ્વારા વૃક્ષો વાવીને તેનું કાળજીપૂર્વક જતન કરવાનું બીડું ઉઠાવવામાં આવ્યું છે. ફેકટરીના ડાયરેકટર મનસુખભાઇ રંગપરિયા તથા સવજીભાઈ રંગપરિયાએ એમની ફેકટરીના કર્મચારીગણના સભ્યો સંદીપભાઈ અઘેરા, રીંકુભાઈ ચનીયારા, દર્શીતભાઈ અઘારા સહિતના અન્ય સદસ્યો સાથેના સલાહ સૂચન તેમજ સહમતીથી ૪૫૦ વૃક્ષો વાવ્યા છે. આ વૃક્ષોનું જતન કરવાની ખેવના રાખવાનો સંકલ્પ પણ કરનાર આવા વૃક્ષપ્રેમીઓ પાસેથી અન્ય લોકો પણ જો પ્રેરણા લ્યે તો મોરબીને ફરી પાછું સાચા અર્થમાં સૌરાષ્ટ્રનું પેરિસ બનાવી શકાય.

- text