ટંકારા : દીપડો ચતુરાઈ પૂર્વક પાંજરા પાસે લટાર મારીને તેમાં ફસાયા વગર જતો રહ્યો

- text


 

નદીના પટમાં મજૂરોએ દીપડાને જોયો : વન વિભાગે પાંજરાની સંખ્યા વધારી

ટંકારા : ટંકારાની ઉગમણી સિમના રસ્તે નદીના કાઠે આવેલ પાલતુ પશુના વાડામા હિસંક દિપડો ગુરૂવારની રાત્રે લોહી ચાખી ગયા બાદ વન વિભાગ દ્વારા દિપડો ટેવ મુજબ ફરી એક વાર તેના શિકારને ખાવા માટે આવવાની શક્યતાને લઈ પાંજરા રૂપી જાળ રચી તેમા કેદ કરવાની યોજના તંત્રએ ધડી હતી. પરંતુ આ દીપડાએ ચતુરાઈ પૂર્વક પાંજરા પાસે લટાર મારીને ચાલતી પકડી હોવાનું જાણવા મળ્યું છે.

દિપડો ટેવ મુજબ શુક્રવાર ની રાત્રે હુમલા વાળી જગ્યા પર આવ્યો તો ખરી પરંતુ ચંચળ દિપડે પોતાની માટે પાથરેલી જાળને પારખી લિધી હોય તેમ પાંજરાને બેક ચક્કર મારી શિકાર લિધા વગર જતો રહ્યો હતો. તો બિજા દિવસે ફરી દીપડા એ દેખા દેતા ફોરેસ્ટ ઓફિસર દ્વારા તેના સગડ મેળવવા કવાયત હાથ ધરી હતી જેમા સાબીત થતા ફરી શનિવારે સાંજે એક બીજુ પાંજરુ નદીના પટમા મુકી દિપડાને લલચાવી પકડવાનો કીમિયો કર્યો હતો.જોકે રવિવારની સવારે પિજરામા દિપડો પુરાયો ન હતો અને શુક્રવારે જે રીતે લટાર મારી હતી એવી લટાર પણ મારી ન હોવાનુ તંત્રએ જણાવ્યું હતું.

- text

વન વિભાગના ઓફિસરોનુ માનીએ તો દિપડો શિકાર કરી તેના નિવાસ સ્થાને જતો રહ્યો હશે હવે ટંકારામા હોવાની શક્યતા ઓછી છે. છતા ફોરેસ્ટના 5 અધીકારી દ્વારા આજુબાજુ ના 7 કિલોમીટર સુધી દિપડા ના પંજા અને પુરાવા ગોતવા ની કવાયત ચાલુ છે .

આજની રાત્રે પણ પાંજરાનુ લોકેશન બદલી નાખી તેમા શિકાર મુકવામાં આવશે અને જો રાત્રીના પગેરુ જણાય તો દિપડાને પકડવાના પ્રયાસો ચાલુ રહેશે અન્યથા જંગલી પ્રાણી તેના રહેણાંક વિસ્તારમાં જતુ રહ્યા નુ મનાશે.

- text