મોરબી : કલોક એસો.ના 3.25 લાખ અને પ્રજાપતિ સમાજનો રૂ.1 લાખનો ફાળો શહીદોને અપાશે

- text


 

વરિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ અને ક્લોક એસો.દ્વારા એકત્ર કરાયેલો ફાળો અજય લોરીયા અર્પણ કરાયો

અજય લોરીયા સહિતના યુવાનો આ ફાળો આગામી 14 મેથી ચાર રાજ્યોનો પ્રવાસ ખેડીને શહીદ પરિવારોને હાથોહાથ આપશે.

મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના સમુહલગ્નમાં સદાયથી ભોજન લઈને પુલવાના શહીદ પરિવારોને મદદરૂપ થવા માટે રૂ.1 લાખનો ફાળો એકત્ર કરાયો હતો.ત્યારે વરિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ દ્વારા શહીદ પરિવારોને હાથોહાથ અનુદાન આપવાના હેતુસર આ એક લાખનો ફાળો અજય લોરીયાને આપવામાં આવ્યો હતો. તેમજ ક્લોક એસો દ્વારા એકત્ર કરાયેલો ફાળો રૂ.3.25 લાખની રકમ અજય લોરીયાને અર્પણ કરવામાં આવી હતી.આથી આ યુવાનો આગામી 14 મેથી પાંચ રાજ્યોનો પ્રવાસ ખેડીને શહીદ પરિવારોને આપવા જશે.

મોરબીમાં ગત ફેબ્રુઆરી માસમાં વરિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાદાઈથી ભોજન લઈને તેમેથી બચત થયેલી રકમ પુલવાના શહીદોને આપવાનો વરિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો બાદમાં સમુહલગ્નમાં સાદાઈથી ભોજન લઈને રૂ.1 લાખનો ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો.ત્યારે આ એક લાખનો ફાળો વરિયા પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ દ્વારા અજય લોરીયાનો અર્પણ કરાયો હતો.આ તકે વરિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ગોકળભાઈ ભોરણીયા , ઉપપ્રમુખ પ્રવિણભાઈ વારનેશિયા અને નાથાભાઈ સવાડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

જ્યારે મોરબીના ક્લોક એસોસિએશન દ્વારા પણ પુલવાના શહીદ પરિવારો માટે ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો.જેમાં ઘડિયાળના નાના મોટા ઉધોગકારોએ શહીદ પરિવારીને મદદરૂપ થવા દાનની સરવાની વહાવતા ક્લોક એસો.તરફથી રૂ.3.25 લાખનો ફાળો એકત્ર કરાયો હતો અને આ ફાળો અજય લોરીયાનો આપવામાં આવ્યો હતો. અજય લોરીયા સહિતના રાષ્ટ્ભક્ત યુવાનો ટીમ દ્વારા પુલવાના શહીદ પરિવારો માટે ફાળો એકત્ર કરીને દેશના ખૂણે ખૂણે જઈને શહીદ પરિવારોને હાથોહાથ સહાય આપવામાં આવે છે. શહીદ પરિવારોને હાથોહાથ અનુદાન મળે તે માટે વિવિધ સંસ્થા દ્વારા એકત્ર કરાયેલો ફાળો રાષ્ટ્ભક્ત યુવાનને આપવામાં આવે છે .ત્યારે વરિયા સમૂહલગ્ન સમિતિ અને ક્લોક એસો તરફથી એકઠો કરાયેલો ફાળો અજય લોરીયાને આપવામાં આવતા આ ફાળો રાષ્ટ્ભક્ત યુવાની ટીમ શહીદોને હાથોહાથ આપવા માટે આગામી 14મેના રોજ પાંચ રાજ્યોના પ્રવાસે જશે અને પંજાબ, હિમાચલ પ્રદેશ, યુ.પી, મહારાષ્ટ્ર, છતીશગઢનો પ્રવાસ ખેડીને દરેક શહીદ જવાનના ઘરે જઈને ફાળો અર્પણ કરવામાં આવશે.

- text