ટંકારા નજીક કારમાંથી રૂ. ૯૬ હજારનો દારૂ અને બિયરનો જથ્થો પકડાયો : શખ્સ ફરાર

- text


 

ટંકારા : ટંકારા નજીક પોલીસે કારમાંથી રૂ. ૯૬ હજારની કિંમતનો દારૂ અંર બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. આ વેળાએ કારચાલક શખ્સ નાશી જવામાં સફળ રહ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને શખ્સની શોધખોળ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા નજીક મિતાણા- વાલાસણ રોડ ઉપર આવેલ આક્રતી કારખાના પાસે પોલીસે જીજે ૩૬ એફ ૫૩૨૧ નંબરની બ્રેઝા કારમાંથી બિયર ટીન ૯૦ તેમજ વિદેશી દારૂ બોટલ નંગ ૨૯૧ મળીને કુલ રૂ. ૯૬,૩૦૦નો દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. જો કે આ સમયે કારચાલક નાશી છૂટ્યો હતો. જેથી પોલીસે દારૂ બિયરના જથ્થા સાથે કાર મળીને કુલ રૂ. ૪. ૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને શખ્સની શોધખોળ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

- text