મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપે વૃધ્ધાશ્રમની માતાઓ સાથે ઉજવ્યો મઘર્સ ડે

- text


 

 

વડીલો સાથે સમય વિતાવીને તેઓને હર્ષભેર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ભેટ અપાઈ

મોરબી : મોરબીમાં તહેવારો તેમજ ખાસ દિવસોની સેવાભાવથી ઉજવણી કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રૂપ જાણીતું છે. આ ગ્રૂપ દ્વારા આજે મધર્સ ડેની વૃધ્ધાશ્રમ ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ વૃદ્ધાશ્રમના વડીલો સાથે સમય વિતાવીને તેમને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ભેટ પણ આપી હતી.

જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી’ અર્થાત્ મા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે… જનની ,જનક ,જન્મભૂમિ , જ્હાન્વી અને જનાર્દન માં પ્રથમ જનની છે ,ગુજરાતીમાં માતા ની ઉત્તમ કવિતા છે “જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ” છે .જો કોઈ પણ શક્તિ કે દેવતા ખુદ આ સૃષ્ટિ ના આકાશનો કાગળ બનાવી , સમુદ્રની શાહી બનાવે ,વૃક્ષોની ડાળીઑ માંથી કલમ બનાવી લખવાનું વિચારે તો પણ માતા પિતાના ઋણ મુકત થવાય નહિ , આવી મહાન માતાનું પૂજન કરીને તેની લાગણી ને ઠેસ ન પહોંચે તે જોવાનું કામ સંતાનોનું છે.

આજના વિભક્ત કુટુંબોની પ્રણાલિકા અપનાવતા મા-બાપનું સ્થાન આદર,ઇજ્જત બધું ભુલાતું જાય છે, અવહેલના, અનાદર થાય છે, સંતાન માટે સેવેલી આશા, સ્વપ્ન, કોડ અરમાન સાથે કરેલી માતા-પિતાની માવજત ભૂલાઈ વૃદ્ધ અવસ્થા વેળાએ વ્રુદ્ધાશ્રમમાં માતા-પિતાને મૂકી દેવાય છે, કે પરદેશ માં વસી માં-બાપને ડોલરીયા વરસાદથી સ્નાન કરાવી જરુરિયાતો પુરી પાડી હોવાનો ગર્વ લે છે. આ ક્ષણોએ માતા-પિતાની કકળતી આંતરડી, તેમ છતાએ સંતાનો પ્રત્યેનું વહાલતો વહાલ વરસાવે છે, તેથી મા-બાપની કદર કરો, ભારતીય સંસ્કૃતિને વૃદ્ધાશ્રમો શોભા દેતા નથી, માતા પિતાનો આદર જે સઁસ્કૃતિ જાળવી ન શકે તેનું મૂલ્ય કંઇજ નથી. તમારી સમૃદ્ધિ અને સંપત્તિ જાહોજલાલીની કિંમત શૂન્ય છે.

મધર ડે– માતૄ દિન..કોઈ પણ દેશ હોય પુર્વ કે પચ્શિમ, દરેક જ્ગ્યાયે માતાનુ મહત્વ ઘણુજ છે.માતાનુ સ્થાન ઉચુ છે. શાસ્ત્રમા પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે. માતા શબ્દ સાંભળતા જ મનની અંદર એક આદરભાવ જાગે, અને માતા માટે પ્રેમ ઉભરાઈ આવે… દુનિયામા માતાની જ્ગ્યા કોઈ ન લઈ શકે. દુનિયામા એક મા જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે. પ્રેમની સામે તેને કોઈ અપેક્ષા હોતી નથી. બાળકો માટે પ્રેમ અને કાળજી એ જ એનુ જીવન છે.

- text

યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા દરેક તહેવારો અલગ રીતે અને સામાજિક ચેતના જાગૃત કરતા કાર્યક્રમો કરી અનોખી પહેલ કરવા હંમેશા કટિબદ્ધ હોય છે ત્યારે આજે મધર ડે નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મેન્ટોર દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ વિશષ્ટ ઉજવણી કરતા આજે માતૃવંદના દ્વારા માતૃશક્તિનું ઋણ ચુકવાના અને માતા પ્રત્યે વાત્સલ્ય દર્શાવવાના અવસર નિમિતે મોરબી ખાતે આવેલ વૃધ્ધાશ્રમમાં રહેલ માતાઓને સાડી સેટ અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી તેમના પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરી માતૃવંદના કરી અનેરો આનંદ અને આશીર્વાદ મેળવી ધન્યતાની અનુભૂતિ મેળવેલ હતી.

- text