ટંકારા : દીકરી સાથે ફોન ઉપર વાત કરતા યુવાનને પિતા અને પુત્રએ માર્યો

- text


 

ટંકારા : ટંકારામા દીકરી સાથે ફોન ઉપર વાત કરતા એક યુવાનને પિતા અને પુત્રએ લોખંડના પાઇપ વડે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ઇજાગ્રસ્ત યુવાનના માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના કલ્યાણપર રોડ ઉપર આવેલા મફતીયાપરામા રહેતા જેતુનબેન ઇબ્રાહિમભાઈ આમરણીયાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓનો પુત્ર એક યુવતી સાથે ફોન ઉપર વાત કરતો હતો. જે સારું ન લાગતા યુવતીના પિતા અલી સીદીભાઈ સર્વદી અને તેના ભાઈ સલિમ અલીભાઈ સર્વદીએ તેના પુત્રને લોખંડના પાઇપ ફટકારીને ઇજાઓ પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

- text

આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે ટંકારા પોલીસે યુવાન ઉપર હુમલો કરનાર પિતા અને પુત્ર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

- text