કારખાનામાં કામ કરી રહેલી શ્રમિક યુવતી પર લોડર વાહન ફરી વળતા કમકમાટી ભર્યું મોત

- text


ટંકારા : ટંકારાના મિતાણા ગામે ખાતે આવેલી બોર્ડ લેમ્બ પ્રાઈવેટ લિમિટેડમાં કામ કરતી મહીલા પર લોડર વાહનનું વહીલ ફરી વળતા ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતુ.

બનાવની મળતી વિગતો મુજબ આજે સવારે ટંકારાના મિતાણા ગામે સ્થિત બોર્ડ લેમ્બ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વર્કરનું કામ કરતી પરપ્રાંતીય 20 વર્ષની યુવતી રાજુબેન નંદુભાઈ એના કામમાં વ્યસ્ત હતી ત્યારે કારખાનામાં માલ સામાન ઉચકવા રાખેલ લોડરના ડ્રાયવરની બેદરકારીથી યુવતી લોડર વાહનના ટાયર નીચે ચગદાઈ જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ તેનું કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું.

- text

બનાવની જાણ ટંકારા પોલીસને કરાતા પોલીસે તાત્કાલિક ધટના સ્થળે પહોંચીને મૃતક યુવતીની લાશ પોસ્ટમોર્ટમ અર્થે ટંકારા હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.
બનાવ કઈ રીતે બન્યો તે જાણવા ફેકટરીના અન્ય કર્મચારી ગણ, ડ્રાયવર સહિતના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે. ઘટના સ્થળે લાગેલા સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની તજવીજ આદરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text