ટંકારામાં દીપડાને પકડવા વન વિભાગની આખી રાત કવાયત

- text


હિંસક દિપડો રાત્રે ન દેખાયો ફોરેસ્ટ ટીમેં આખી રાત સિમમાં ધામા નાખ્યા

ટંકારા : માલધારીના પશુ બાંધવાના વાડામાં ઘૂસીને 45 જેટલા ઘેંટાને મોતને ઘાટ ઉતારનાર દીપડાને પકડવાની ફોરેસ્ટ ખાતાની કવાયત પહેલા 24 કલાકમાં નિષ્ફળ નીવડી હતી. જોકે વન વિભાગ હજુ પણ દીપડાને પકડવા પ્રયત્નશીલ છે.

ટંકારામાં ગુરુવારની મધ્ય રાત્રે શીતળા માતાના મંદીરે જવાના માર્ગ પર નદીના સામા કાંઠે આવેલા પશુના વાડામાં ભુખ્યો દિપડો ચડી આવતા વાડામાં રાખેલા 47 જેટલા ધેટાને મોતને ધાત ઉતાર્યા હોય પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

રાજકોટ ફોરેસ્ટ વિભાગ અને ટંકારા વન વિભાગે ધટના સ્થળે ગત રાત્રે દિપડો શિકાર અર્થે આવે તો તેને કેદ કરવા પાંજરું મુકી 5 થી વધારે વન કર્મીઓના સ્ટાફને ખડે પગે રાખ્યા હતા. જોકે હિંસક દિપડો પાંજરાની આજુ બાજુ ફરકયો ન હતો. વન ખાતા દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભુખનો માર્યો દીપડો પોતાની જઠરાગ્નિ ઠારવા જ એનો વિસ્તાર છોડી અહી સુધી આવી ચડ્યો હશે. આજે શિકાર મળી જતા પાછો તેના ઠેકાણે જતો રહ્યો હશે. આમ છતાં હજુ આજનો દિવસ ફોરેસ્ટ વિભાગ સતર્ક બની ટંકારમાં આખી રાત પેટ્રોલીંગ કરશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text