મોરબી અને માળીયાના પાણી પ્રશ્ને ધારાસભ્યની પાણી પુરવઠા મંત્રીને રજુઆત

- text


માળિયાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાથી સ્થાનિકોની કફોડી હાલત

મોરબી : મોરબી માળિયામાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા ગંભીર બની રહી છે.મોરબી માળિયાના ઘણા ખરાં વિસ્તારોમા પાણીની સ્થિતિ નાજુક છે.તેથી મહિલાઓને એક બેડા પાણી માટે જ્યાં ત્યાં વલખા મારવા પડી રહ્યા છે.આથી પાણીની આ ગંભીર સ્થિતિને ઘયાને લઈને યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યએ પાણી પુરવઠા મંત્રીને રજુઆત કરી છે.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના પાણી પુરવઠા મંત્રીને રજુઆત કરી હતી કે, મોરબી માળીયા પંથકમાં ગતવર્ષે ઓછા વરસાદ પડ્યા બાદ બન્ને તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા હતા.ત્યારે હવે મોરબી માળિયાના ઘણા ખરા વિસ્તારમાં પાણીની અછત સર્જાઈ છે અને ઘણી જગ્યાએથી પાણીનો પોકાર ઉઠ્યો છે.તેથી મોરબી માળિયાના પાણીના પ્રશ્નો ઉકેલી શકાય તે માટે વધારાનું એક પાણી પુરવઠાનું ડિવિઝન મજુર કરવાની માંગ કરી છે.ઉપરાંત મોરબી માળિયામાં પાણી પુરવઠાની લીકેજ લાઈનો રિપેર કરવા તથા પીપળીયા ચોકડી પર પાણીના ટાંકાની મરામત કરવા જણાવ્યું છે.

- text

જોકે મોરબી માળિયાના અનેક વિસ્તારોમાં હમણાંથી પાણીની સમસ્યાઓ વધી ગઈ છે અને પાલિકામાં પાણીના મોરચાઓ આવી રહ્યા છે.ખરેખર મોરબીના મચ્છુ ડેમમાં જુલાઈ સુધી ચાલે તેટલું પાણી હોવા છતાં ઘણા લોકોને છતે પાણીએ વલખા મારવા પડે છે તેથી પાણીની સાચી સ્થિતિનો તાગ મેળવીને પાણી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text