વાંકાનેર હત્યા : કપાયેલા માથા પાસે શંકાસ્પદ મીઠું (નમક) મળી આવ્યું!!

- text


બિહારી શખ્સને મેલડી માતાજીના મંદિર પાસે મળ્યું ભયંકર મોત : તાંત્રિક વિધિ માટે બલિ આપવામાં આવી કે અન્ય કારણોસર હત્યા કરવામાં આવી? વાંકાનેર પંથકમાં ચાલતી ચર્ચા

વાંકાનેર : મોરબી પંથકમાં સિરામિક ઉદ્યોગોએ હરણફાળ પ્રગતિ સાધી છે આ ઉદ્યોગોમાં મજુરી માટે બહારના રાજ્યોના ઘણા બધા મજૂરો આવી રહે છે. આ મજૂરોમાં ઘણા બધા એવા લોકો છે કેજે ત્યાંથી કોઇ ને કોઇ ગુના આચરી અહીં આવતા રહે છે અને તેના શેતાની દિમાગ થી અહીં પણ ગુનાઓ આચરી બીજે ક્યાંક જતા રહે છે જે ઘણી વખત સાબિત થઇ ચૂક્યું છે. પરંતુ આજે સવારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ સિરામિક કંપનીમાં કામ કરતા એક બિહારી શખ્સને મોતને પણ ધ્રુજારી આવે તે હદે હત્યા કરવામાં આવી છે. આ હત્યા શા માટે કરવામાં આવી કે કેવી રીતે કરવામાં આવી તે તો હજી સ્પષ્ટ નથી થઈ રહ્યું પરંતુ ત્યાં ચર્ચા ચાલી રહી છે કે કોઈ તાંત્રિકવિધિ માટે આ શખ્સની બલિ આપવામાં આવી હોય તેવી શક્યતાઓ રહેલી છે.

મળતી માહિતી મુજબ ફરિયાદી વિકાસકુમાર ઉપાધ્યાય જાતે બ્રાહ્મણ મૂળ બિહાર વાળાની નાની બહેન પિંકીબેન ના લગ્ન મુન્નાભાઈ લલનભાઈ ચોબી રહે હાલ સરતાનપર મુળગામ ધમનીયા બિહાર વાળા સરતાનપરમાં ટોકો સિરામિકમાં મજુરી કામ કરી ત્યાં જ રહે છે. આજે સવારે સુપરવાઇઝર વિશ્વજિતસિંહનો ફરિયાદી પર ફોન આવેલ કે તેના બનેવી મુન્નાભાઈ ને ટોકો સિરામિકની બાજુમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે કોઈએ માર મારેલ છે અને તેને લાગેલ છે તેમ જણાવતાં ફરિયાદીએ મંદિરે જઈ જોતા ખુલ્લી જગ્યામાં બાંકડા પાસે ઊંધી હાલતમાં એક લાશ પડેલી હતી જે જોતા ફરિયાદીના બનેવી મુન્નાભાઈ ચોબી ની આ લાશ હતી અને તેનું માથું ધડથી અલગ હતું. તેના માથા તથા ચહેરા ઉપર લોહી તથા મીઠું (નમક) ચોટેલું હતું તેમજ ગળાના ભાગે તથા નીચે જમીન પર પણ લોહી તથા મીઠું (નમક) પડેલ હતું અને તેના જમણા હાથમાં છ એક કાપા છોલાયેલ ના નિશાન હતા તેમજ તેને પહેરેલ ટીશર્ટ પણ લોહી વાળું હતું. જ્યાં લોકો ભેગા થઈ ગયેલ અને થોડીવારમાં પોલીસે આવી તેની કાર્યવાહી હાથ ધરેલ તેમજ તેમના બનેવીનું પીએમ કરવા માટે વાંકાનેર સરકારી દવાખાને ખસેડાયેલ. ફરિયાદીના બનેવીને કોઈ સાથે ઝઘડો કે તકરાર ન હોય આ હત્યા કોને કરી તે જાણતો ન હોય અજાણ્યા માણસોએ તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઘા મારી ગંભીર ઈજા કરી તેનું માથું ધડથી અલગ કરી મોત નિપજાવી નાસી ગયેલ હોય વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ ગંભીર હત્યાકાંડની જાણ થતા મોરબી જિલ્લા ડીવાયએસપી બન્નો જોશી, એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, વાંકાનેર તાલુકા પીએસઆઇ એસ.એ. ગોહિલ અને બીટ જમાદાર સુરેશભાઇ આહિર દ્વારા આ કેસની ઝીણામાં ઝીણી વિગત તપાસી આ હત્યાકાંડના આરોપીઓને ઝડપવા માટે કવાયત હાથ ધરેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text