મોરબી અને વાંકાનેરમાં બે મહિલાઓના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ

- text


17 એપ્રિલે બનેલા આ બન્ને બનાવની આટલી મોડી ફરિયાદ નોંધાતા પોલીસ ટુક સમયમાં આરોપીઓને પકડી લીધાનું જાહેર કરે તેવા એંધાણ

મોરબી : મોરબીના સામાકાંઠે ગત તા.17 એપ્રિલના રોજ મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરીને અજાણ્યા શખ્સો હવામાં ઓગળી ગયા હતા.આજ દિવસે વાંકાનેરમાં પણ એક મહિલાના ગળામાં સોનાના ચેનની ચીલઝડપ થઇ હતી.જો કે બનાવોમાં પોલીસે હવે છેક ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ત્યારે આ બનાવની આટલી મોડી ફરિયાદ નોંધાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

આ બનાવની મોરબી બી ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ઉમાટાઉન શીપ પાસેના હરિદ્વાર હોમ્સમાં રહેતા પ્રવિણાબેન લલિતભાઈ ઘોડાસરા ઉ.વ.37 નામના મહિલાએ ગતતા.17 એપ્રિલના રોજ વિધુતના ઢાળીયા પાસે ગાયત્રી પ્રોવિઝન સ્ટોરની બાજુમાં રોડ પર પસાર થઈ રહી હતી.તે દરમ્યાન અજાણ્યા શખ્સો મોટર સાયકલ પર આવીને મહિલાએ ગળામાં પહેરેલો રૂ.50 હજારની કિંમતનો સવા બે તોલાનો સોનાના ચેન આચકીને ફરાર થઈ ગયા હતા.બાદમાં મહિલાએ આ બનાવની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આજ દિવસે વાંકાનેરમાં પણ ચીલઝડપનો બનાવ બન્યો હતો.જેમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા જ્યોત્સનાબેન રમેશભાઈ કોળી ઉ.વ.52 તેમના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો આ મહિલાના ગળામાંથી રૂ.27 હજારની કિંમતનો સોનાનો ચેન આચકીને ફરાર થઈ ગયા હતા.જોકે આ ચીલઝડપના ગંભીર બનાવોની આટલી મોડી ફરિયાદ નોંધાતા અનેક ચર્ચાઓ ઉઠી છે.અત્રે ઉલ્લેખનીય છે કે. પોલીસ ક્રાઈમ રેટ છુપાવવા માટે જે તે સમયે બનાવ બન્યાનું ધ્યાને આવ્યા બાદ એ આરોપીઓને પકડીને પછી જ ફરિયાદ નોંધીને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી લીધા એવું જાહેર કરે છે.ત્યારે ટુક સમયમાં આ ગંભીર બનાવોમાં આવી નોટંકી ભજવાઈ તો નવાઈ નહિ

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text