મોરબીમાં ગેસની પાઇપલાઇનની ઝડપભેર થયેલી કામગીરીના રેકોર્ડની નોંધણી કરાવાશે

- text


સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ક્યાંય ૧૯ દિવસ જેટલા ટૂંકા સમયમાં ૫ કિમીની ગેસની પાઇપલાઇનનું કામ થયું નથી : સીરામીક એસો.એ પણ સીઈઓ પાટીલની કામગીરીને બિરદાવી

મોરબી : મોરબીમાં સિરામિક ઉદ્યોગોને ગેસના લો પ્રેસરથી પડતી મુશ્કેલી નિવારવા માટે ગુજરાત ગેસે માત્ર ૧૯ દિવસમાં ૫ કિમીની પાઇપલાઇન નાખીને એક રેકોર્ડ સર્જ્યો છે. આ રેકોર્ડની નોંધણી કરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં ગુજરાત ગેસની આ ઝડપભેર કામગીરીના સીરામીક એસોસિએશને પણ વખાણ કર્યા છે.

ગુજરાત ગેસના અધિકારી સંતોષ ઝોપેએ જણાવ્યું કે જેતપર- પીપળી રોડ ઉપર લો પ્રેસરની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાને ત્વરિત નિવારવા માટે ગેસની ૫ કિમીની પાઇપલાઇન નાખવાનું કામ માત્ર ૧૯ દિવસમાં પૂરું કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આ કામગીરી માટે અંદાજે ૪ મહિના થતા હોય છે. પરંતુ ગુજરાત ગેસના સીઈઓ નીતિન પાટીલે પણ આ કામમાં રસ લઈને જાતે ફિલ્ડમા રહીને કામ પૂર્ણ કરાવ્યું હતું.

તેઓએ વધુમાં કહ્યું કે યુદ્ધના ધોરણે થયેલી આ કામગિરીમા ૧૫૦ થી વધુ કર્મચારીઓ જોડાયેલા હતા. જેઓએ બપોરે ૪૫ ડિગ્રીમાં પણ કામ કર્યું હતું. સમગ્ર ભારતમાં ક્યાંય પણ ગેસની પાઇપલાઇનનું કામ આટલી ઝડપે પૂર્ણ કરવામાં આવ્યું નથી. આ એક કામગીરી એક સિદ્ધિ છે. જેનો રેકોર્ડ નોંધાવવા માટે ગુજરાત ગેસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

- text

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે ગુજરાત ગેસે પાઇપલાઇન નાખવાની જે કામગીરી કરી છે તે અભિનંદનને પાત્ર છે. સીરામીક ઉદ્યોગોની મુશ્કેલી દૂર કરવા ગુજરાત ગેસે દિવસ અને રાત જોયા વગર ૨૪ કલાક કામગીરી કરીને માત્ર ૧૯ દિવસમાં ૫ કિમીની પાઇપલાઇન નાખી છે. કંપનીના સીઈઓ નીતિન પાટીલે પણ આ ૧૯ દિવસ દરમિયાન સતત માથે ઉભા રહીને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત તેઓએ કેમ્પ કરીને સીરામીક ઉદ્યોગોના પ્રશ્નોનું નિવારણ પણ લાવ્યુ હતું. તેઓના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાત ગેસે ત્વરિત પાઇપલાઇન નાખીને એક સિદ્ધિ રચી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે હાલ સીરામીક ઉદ્યોગોને લો પ્રેસરની કોઈ સમસ્યા નથી. અગાઉ ગેસ ઉપર ૨૦ ટકા કાપ મુકવામાં આવ્યો હતો. જે હાલ ૧૦ ટકા કરી નાખવામા આવ્યો છે. આ ૧૦ ટકા કાપ પણ આગામી ૧૫ થી ૨૦ દિવસમાં હટાવી લેવામાં આવનાર છે. તેઓએ વધુમાં કહ્યું કે મોરબીમાં ગેસનો વપરાશ અગાઉ ૨૨ લાખ ક્યુબીક મીટર હતો. જે વધીને ૫૮ લાખ ક્યુબીક મીટરે પહોંચ્યો છે. હાલ ગેસનો વપરાશ બમણાથી પણ વધી ગયો છે. જેથી ગુજરાત ગેસના નફામા પણ વધારો થયો છે. ત્યારે ગેસના ભાવમાં ૩ થી ૪ રૂપિયાનો ઘટાડો કરવાની સીરામીક એઓસીએશને માંગ ઉઠાવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text