વાંકાનેરના રહેણાક વિસ્તારમાં મોબાઈલ ટાવર નાખવા સામે સ્થાનિકોનો વિરોધ

- text


કુંભારપરામાં જીઓ કંપનીનો મોબાઈલ ટાવર નાખવાની હિલચાલ થતા સ્થાનિકોએ કલેકટરને રજુઆત કરી આંદોલનની ચીમકી આપી

મોરબી : વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં જીઓ કંપનીનો મોબાઈલ ટાવર નાખવાની હિલચાલ થતા સ્થાનિકોમાં વિરોધનો સુર ઉઠ્યો છે.આ બાબતે સ્થાનિકોએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને તેમના રહેણાક વિસ્તારમાં આ મોબાઈલ ટાવર નાખવાની મજુરી ન આપવાની માંગ કરી છે.અન્યથા આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

વાંકાનેરના ગરબીચોકમાં આવેલ કુંભારપરામાં રહેતા લોકોએ આજે જિલ્લા કલેકટરને આવેદન આપીને રજુઆત કરી હતી કે તેમના રહેણાક વિસ્તારમાં જીઓ કંપનીનો મોબાઈલ ટાવર નાખવાની હિલચાલ થઈ રહી છે.જેમાં એક શખ્સે આ વિસ્તારમાં મકાન ખરીદ્યું છે.અને તે કંપની સાથે મળીને આ વિસ્તારમાં જીઓ કંપનીનો મોબાઈલ ટાવર નાખવા માંગે છે.જેમાં આ શખ્સ થોડા દિવસ પહેલા કંપનીના માણસો સાથે આવ્યો હતો અને આ વિસ્તારમાં તોડફોડ કરવાનું ચાલુ કર્યું હતું.તેથી સ્થાનિક રહીશોએ આ બાબતે પૂછતાં તેણે જીઓ કંપનીનો મોબાઇલ ટાવર નાખવા માંગતો હોવાનું જણાવ્યું હતું.

તેથી આ બાબતે સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો.આ મોબાઈલ ટાવર સ્થાનિક રહીશો માટે જોખમી છે.જેમાં મોબાઈલ ટાવરમાંથી ઉત્પન થતા રેડિયન્સ એટલા ખતરનાક હોય છે કે લોકો વિવિધ પ્રકારની બીમારીઓનો ભોગ બની શકે છે.તેથી તેમણે તેમના વિસ્તારમાં મોબાઈલ ટાવર નાખવાની મજુરી ન આપવાની માંગ કરી છે.તેમ છતાં પણ આ મોબાઈલ ટાવર નાખવા માટેની મંજુરી અપાશે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text