મોરબી રેડિયોમાં આજે સાંભળો કેળવણીકાર દિનેશભાઇ વડસોલાને

- text


દિનેશભાઇ વડસોલા સાથે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરવામાં આવેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં સરકારી માધાપર કન્યાશાળાના આચાર્ય દિનેશભાઇ વડસોલા સાથે આર.જે. રવિ બરાસરા સીધો યાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

આજે આ શોમાં સરકારી માધાપર કન્યાશાળાના આચાર્ય દિનેશભાઇ વડસોલા મહેમાન બનવાના છે. ઉલ્લેખનીય છે, કે તેઓએ મોરબીમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત BRC તથા CRC કો ઓર્ડીનેટર તરીકે 17 વર્ષ સુધી ફરજ બજાવી ચુક્યા છે તથા મોરબી જિલ્લાના નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે તેઓએ 3 વર્ષ સેવા આપી છે. તેઓ BRC તરીકેની પોતાની કારકિર્દી દરમિયાન શ્રેષ્ઠ BRCનો એવોર્ડ મેળવીને રાજ્યપાલ તથા મુખ્યમંત્રી દ્વારા સન્માન પામ્યા છે. તેઓ આજે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં સરકાર દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે, તેની તથા સરકારી શાળામાં બાળકોને શા માટે ભણાવવા જોઈએ તે માટેની વિશેષ ચર્ચા કરવા તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text