ટંકારામા દીપડાને પકડવા કમર કસતું વન વિભાગ : સિમ વિસ્તારમાં પાંજરા મુકાયા

- text


 

દીપડો સિમ વિસ્તારમાં જ હોવાનું વન વિભાગનું અનુમાન

ટંકારા : ટંકારામા પંજાના નિશાનના આધારે ૪૭ ઘેટાઓને ફાડી ખાનાર દીપડો હોવાનું પુરવાર થયું છે. હાલ વન વિભાગે આ દીપડાને પકડવા માટે કમર કસી છે. વન વિભાગે સિમ વિસ્તારમાં પાંજરા મૂકીને સમગ્ર પંથકને સતર્ક રહેવાનું સૂચન પણ કર્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારામા દીપડાએ આતંક મચાવીને ૪૭ ઘેટાઓને ફાડી ખાધા હતા. જો કે શરૂઆતમાં આ ઘેટાઓને કયા પ્રાણીએ ફાડી ખાધા તે વાતની પૃષ્ટિ થઈ શકી ન હતી. બાદમાં વન વિભાગે તપાસ હાથ ધરતા પંજાના નિશાનને આધારે બહાર આવ્યું હતું કે આ ઘેટાઓને દીપડાએ ફાડી ખાધા છે.

- text

આ ઘટનાથી સામે આવ્યું હતું કે ટંકારામા દીપડાની હયાતી છે. હાલ આ દીપડો સિમ વિસ્તારમાં હોવાનું વન વિભાગે અનુમાન લગાવીને ત્યાં પાંજરા મુક્યા છે. ઉપરાંત સિમ વિસ્તારમાથી પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડયા છે. વન વિભાગના અનુમાન પ્રમાણે આ દીપડો રાપર વિડીનો છે. જેની ઉંમર ચાર વર્ષ છે.

- text