ટંકારામાં વાડા પર હુમલો કરી ૪૫ ઘેંટાઓને જંગલી જનવરોએ ફાડી ખાધા

- text


ટંકારા : ટંકારામાં ઘેંટાના વાડા પર જંગલી જાનવરોએ હુમલો કરીને વાડામાં રાખેલા ૮૦ ઘેંટાઓ પૈકી ૪૫ ઘેંટાને ફાડી ખાતા માલધારી પરિવાર પર દુકાળમાં અધિકમાસ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઘેંટાઓના મોત થતા માલધારી પરિવારને અંદાજે ચારેક લાખ રૂપિયાનું નુકશાન થયું છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ ટંકારાના નદી કિનારે આવેલા શીતળાનીધાર વાળા રોડ પર ટંકારાના રબારી ભરવાડના પશુ બાંધવાના વાડા આવેલા છે. જેમા બાબુભાઈ મોમ ભાઈ ટોળીયાના વાડામાં ગત રાત્રે ૨ વાગ્યાના સુમારે જંગલી જનાવર આવી ચડતા રીતસરનો આંતક મચાવી દીધો હતો. અચાનક જંગલી જાનવરો આવી ચડતા ઘેંટાઓમાં નાસભાગ મચી ગઇ હતી. વાડામાં રાખેલા ૮૦ ધેટામાંથી ૪૫ જેટલા ધેટાને જંગલી જાનવરોએ ફાડી ખાતા તરફડી તરફડીને ઘેંટાઓ મોતને ભેટયા હતા. જયારે 10 થી વધુ જીવ ધાયલ થતા માલધારી પરીવાર પર માઠા વર્ષે આફતનો પહાડ તુટી પડ્યો છે. પ્રાથમિક તપાસમાં આ કામ જંગલી નોળીયાનું હોવાનું સામે આવ્યું છે.

- text

ધટનાની જાણ પશુડોકટરને કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે ફોરેસ્ટના અધિકારીઓ સાથે માલધારી સમાજ, ટંકારાના આગેવાનો અને જીવદયા પ્રેમી પણ ઘટના સ્થળે ઘસી ગયા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text