ટંકારા : પેરોલ પર છૂટેલા બાબુ ડોને ફરિયાદી પર હુમલો કરી ફરી લખણ ઝળકાવ્યા

- text


એક કરોડ રૂપિયાની ખંડણી પડાવી જબરદસ્તીથી છુટ્ટાછેડા કરાવવાનો આરોપી છે બાબુ ઝાપડા

મોરબી : થોડા મહિનાઓ પહેલા એક કરોડ રૂપિયા પડાવી લઇ જબરદસ્તીથી છુટ્ટાછેડાના કાગળો પર સહી કરાવી લેવાના આરોપસર જેલની હવા ખાઈ રહેલા બાબુ ઝાપડા ઉર્ફે બાબુ ડોને પેરોલ પર છૂટતા ફરી લખણ ઝળકાવ્યા છે અને ફરિયાદી એવા જીવણ દુદાભાઈ મેવાડાનું અપહરણ કરી માર મારતા પોલીસે બાબુને ઝડપી લેવા કવાયત આદરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર થોડા મહિનાઓ પૂર્વે બાંધકામના વ્યવસાયી જીવણ દુદાભાઈ મેવાડાએ બાબુડોન સામે એક કરોડ રૂપિયા વસૂલીને છુટ્ટાછેડાના કાગળો પર જબરદસ્તીથી સહી કરાવી લેવાની ફરિયાદ નોંધાવી હતી. બાબુડોન વચેટીયો બનીને આ કારનામું કરી જતા અને બાદમાં ફરિયાદીને બંધક બનાવીને ડખ્ખો કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ મામલે જેલ હવાલે રહેલો બાબુ ડોન તાજેતરમાં જ પેરોલ પર છૂટ્યો હતો.

- text

ત્યારે આજે મોરબીથી બુલેટ પર જઈ રહેલા જીવણ દુદા મેવાડાને ટંકારા નજીક મીતાણાના પાટિયા પાસે કાર આડી નાખી આંતરીને ટંકારા ખાતે લઇ જઇ માર મારતા જીવણ મેવાડાને મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. જ્યાં એમના સગા સંબંધીઓએ એકઠા થઇ જુના ડખ્ખા મામલે આ હિચકારો હુમલો અને અપહરણ થયું હોવાનું પોલીસને જણાવતા પોલીસે હુમલાખોર બાબુ ડોન આણી મંડળીને ઝડપી લેવા કવાયત આદરી છે. ઉલ્લેખનીય છે કે બાબુ ઝાપડા એના વિસ્તારમાં ડોન તરીકે કુખ્યાત છે અને તેના પર વિવિધ ગુન્હાઓ નોંધાયેલા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text