વાંકાનેરમાં ગરીબ લોકોની જઠરાગ્નિ ઠારવા કૈલાસ આશ્રમ દ્વારા હરતું ફરતું અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું

- text


વાંકાનેરના ગઢીયા ડુંગરોની રળિયામણી જગ્યામાં આવેલ કૈલાશ આશ્રમમાં ગાયોની સેવા, સાધુ-સંતોના ઉતારા, અન્નક્ષેત્ર તેમજ ફ્રિ મેડિકલ કેમ્પ યોજી માનવતાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં વાંકાનેર શહેરી વિસ્તારમાં ગરીબ લોકો માટે દર રવિવારે સાંજે જમવાનું મળી રહે તે માટે હરતું ફરતું અન્નક્ષેત્ર કૈલાશ આશ્રમ દ્વારા ચાલું કરવામાં આવેલ છે જેમાં રેલ્વે સ્ટેશન પર, અમરસિંહજી સ્કુલ પાસે, વાંકાનેરની અલગ-અલગ ઝૂંપડપટ્ટીઓમાં તેમજ શહેરના અન્ય રસ્તાઓ પર આ હરીહર અન્નક્ષેત્રનો રથ ફરી જરૂરિયાત મંદોને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે.

કૈલાશ આશ્રમ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શાસ્ત્રી પ્રભુલાલ પંડ્યાએ જણાવ્યું કે દાતાઓનો સહયોગ મળતો રહેશે તો આ હરતું-ફરતું હરિહર અન્નક્ષેત્ર દ્વારા દરરોજ સાંજે ગરીબોને પ્રસાદ આપવાની તેમની ઈચ્છા છે પરંતુ હાલ પૂરતું તો દર રવિવારે આ અન્નક્ષેત્રની કામગીરી ચાલુ રહેશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text