હળવદ : દુકાનોમાં આગચંપીના કેસમાં એકની ધરપકડ

- text


હળવદ : હળવદમા તાજેતરમાં બે આગેવાનો ઉપર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાના વિરોધમા ટોળાએ દુકાનોમાં આગચંપી કરી હતી. આ કેસમાં પોલીસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ તાજેતરમાં હળવદમા બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ભાવેશભાઈ ઠક્કર તેમજ અલ્પેશભાઈ પટેલ ઉપર તલવાર અને ધરિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે સ્ટેશન રોડ , મેઈન બજાર સહિતના વિસ્તારોમાં ઉશ્કેરાયેલા ટોળાએ દુકાનોમાં આગ લગાવી હતી. સાથે સરા ચોકડી પાસે ટાયર સળગાવીને ટ્રાફિક જામ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે આજે સવારે દેવેન્દ્ર ઠાકરશીભાઇ પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text