વાંકાનેરમાં ભુદેવોના આરાધ્ય ભગવાન પરશુરામ મહોત્સવ અંતર્ગત પરંપરાગત વિશાળ શોભાયાત્રા નીકળી

- text


શોભાયાત્રા વાંકાનેર શહેરના રાજમાર્ગો પર ડીજે તથા ઢોલ નગારા સાથે બ્રહ્મસમાજ તથા તમામ સમાજના આગેવાનો શોભાયાત્રામાં સામેલ થયા

આ શોભાયાત્રા જીનપરા જકાતનાકાથી સૌરાષ્ટ્ર કચ્છ  બ્રહ્મસમાજના ટ્રસ્ટી જીતુભાઈ મહેતા, વાંકાનેર ગાયત્રી શક્તિપીઠના અશ્વિનભાઇ રાવલ, વાંકાનેર પરશુરામ સેનાના અમિતભાઈ મઢવી, તેજશ જાની, ભરતભાઈ ઠાકર, રાજુભાઇ મઢવી, અમિતભાઈ ભટ્ટ, શૈલેષભાઈ ભટ્ટ, ગોપાલભાઈ રાજગોર, રાજકોટના વિજયભાઈ મહેતા,  મયાભાઈ રાજગોર વગેરે દ્વારા દિપ પ્રાગટ્ય કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શોભાયાત્રા જીનપરા ચોક, ગ્રીન ચોક, મેઈન બજાર, ચાવડી ચોક, માકેઁટ ચોક થઈ ઔદિચ્ય બ્રાહ્મણની વાળી ખાતે સમાપન કરવામાં આવી હતી . શોભાયાત્રાના રૂટ દરમિયાન ઠેર ઠેર વાંકાનેરની ધર્મપ્રિય જનતા દ્વારા ઠંડા પાણી,  સરબત, આઈસ્ક્રીમની સ્વયંભુ વ્યવસ્થા કરવામા આવી હતી. ચાવડી ચોક ખાતે ભગવાન પરશુરામને વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહ દ્વારા હાર પહેરાવી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવેલ. આ શોભાયાત્રામાં અંદાજે હજારથી વધુ લોકો ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણીમાં હાજર રહી પરશુરામ ભગવાનની જયકાર કરી ભગવાન પરશુરામ મહોત્સવની ઉજવણીના સહભાગી બન્યા હતા.

- text

ઔદિચ્ય બ્રાહ્મણની વાળી ખાતે ધર્મસભા અને ભગવાન પરશુરામ દાદાની આરતી કરી સમુહ ભોજનનું સુંદરઆયોજન કરવામાં આવ્યું હતું.

વાંકાનેરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે છેલ્લા વીસ વર્ષથી પરશુરામ સેના દ્વારા શોભાયાત્રા, ભગવાન પરશુરામની આરતી તથા બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવી રહ્યું છે
ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી માટે વાંકાનેર પરશુરામ સેનાના અમિતભાઈ મઢવી, તેજશ જાની, ભરતભાઈ ઠાકર, રાજુભાઇ મઢવી, અમિતભાઈ ભટ્ટ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text