વાંકાનેરના મેન્યુફેક્ચરિંગના કરખાનામાંથી રૂ.1.50 લાખના કોપર વાયરની ચોરી

- text


વાંકાનેર : વાંકાનેરમાં આવેલા મેન્યુફેક્ચરિંગના કારખાનામાં અગાઉ બે અજાણ્યા શખ્સો રૂ.1.50 લાખના કોપર વાયરની ચોરી કરી ગયા હતા.તેમજ ચાર અજાણ્યા શખ્સોએ થોડા દિવસ પહેલા આ કારખાનામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.કારખાનાના માલિકે છ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરની આરૂણોદય સોસાયટીમાં રહેતા ઉપેશભાઈ બચુભાઈ કોરિગાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં છ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે,ગતતા.21 એપ્રિલના રોજ તેમના વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ શક્તિ મેન્યુફેક્ચરિંગ નામના કરખાનમાં બે અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા.આ બન્ને અજાણ્યા શખ્સોએ આ કારખાનાની વંડી ટપી અંદર પ્રવેશી કારખાનાના શટર તોડીને તેમાથી રૂ.1.50 લાખની કિંમતના કોપર વાયરની ચોરી કરી ગયા હતા.બાદમાં ચાર અજાણ્યા શખ્સોએ પણ ગતતા.4 મેના રોજ આ કારખાનાને નિશાન બનાવ્યું હતું અને તેમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.આ બાબત ધ્યાને આવતા તેમણે આ બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text