વાંકાનેર તાલુકાના દલડી માં પરિણીતાને પતિ સહિતનાં સાસરિયાએ બેફામ માર માર્યો

- text


પરિણીતાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાઇ : હુમલાખોર પતિ મહેબુબ પરાસરાના નસીમબેન સાથે ત્રીજા લગ્ન છે

વાંકાનેર તાલુકાના દલડી ગામે પરિણીતાને પતિ સહિતના ચાર સાસરિયા વાળાએ ત્રાસ ગુજારી ઘરમાં પુરી ઢોર માર માર્યો હતો જેથી પરણિતાને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના દલડી ગામે રહેતી નસીમબેન મહેબુબભાઇ પરાસરા ઉંમર વર્ષ 35 પરિણીતાને તેના પતિ મહેબૂબ મહંમદ પરાસરા, સસરા મહંમદ પરાસરા, દિયર નિઝામ મહંમદ પરાસરા અને દેરાની આશિયાના નિઝામ પરાસરાએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ઘરમાં પૂરી બેફામ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ મારામારીમાં ઘવાયેલી પરણિતાને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

- text

પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર પતિ મેહબૂબ પરાસરાના નસીમબેન સાથે આ ત્રીજા લગ્ન છે અને લગ્ન થયાને દસ મહિના જેટલો સમયગાળો થયેલ છે. તેમજ પત્ની નસીમબેનને અવારનવાર ત્રાસ આપી માર મારતાં હોવાનું જાણવા મળ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text