હળવદના ટીકર ગામે ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા દોડધામ

- text


ચાલકે ફિલ્મી ઢબે ટ્રકને ગામની બાજુમાં આવેલ નદીમાં ઉતાર્યો ઃ ચાલક દાઝી જતા સારવાર અર્થે હળવદ હોસ્પિટલે ખસેડાયા

હળવદ તાલુકાના ટીકર ગામે ઘાસ ભરેલા ટ્રકમાં આજે બપોરના ભાગે વીજ વાયરનો તણલખો પડતા આગ ભભુકી ઉઠી હતી અને વધુ આગનો ફેલાવો ન થાય તે માટે ડ્રાઈવરે ફિલ્મી ઢબે ટ્રકને ગામની બાજુમાં આવેલ નદીમાં ઉતારવામાં આવ્યો હતો જેમાં ટ્રક ડ્રાઈવર દાઝી જતા સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.


જાણવા મળતી વિગતો મુજબ તાલુકાના ટીકર ગામે આજે બપોરના ૩ વાગ્યાના અરસામાં ઘાસથી ભરેલા ટ્રકમાં અચાનક વીજ તણખલો પડતા આગ લાગી હતી. જેથી આ ટ્રકના ડ્રાઈવરે સળગતા ટ્રકને પોતાના જીવનના જાખમે ગામની બહાર કાઢવાનો પ્રયાસ કરતા રીતસરના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જાકે આ ઘટનાથી ગામમાં કોઈ નુકસાન ન થાય તે માટે ટ્રક ડ્રાઈવરે સુજબુજતાથી ટ્રકને ગામની બાજુમાં આવેલ નદીમાં ઉતાર્યો હતો. આ બનાવમાં ડ્રાઈવર હિરાભાઈ રામાભાઈ ભરવાડ (ઉ.વ.૪૦) (રહે.અમરેલી) દાઝી જતા હળવદની સરકારી હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે મોરબી રીફર કર્યા હતા. આ બનાવમાં લોકોના કહેવા પ્રમાણે ભળભળ સળગતા ચાલુ ટ્રકને ગામની વચ્ચેથી નદી તરફ લઈ જવાતો હતો ત્યારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text