વાંકાનેરમાં ખેતીની સિઝન પુરી થયા બાદ પાણી ચોરો ઉપર ત્રાટક્યું પાણી પુરવઠા તંત્ર

- text


વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૪૦ જગ્યાએ પાણી ચોરી પકડાઇ : ખેડૂતો પર પોલીસ ફરિયાદ : ઉદ્યોગકારોને છૂટોદોર

આ વર્ષે અપુરતા વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ઠેર ઠેર પાણીની પોકાર ઉઠી રહી છે. તો સાથો સાથ ગેરકાયદેસર પાણી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ આજે વાંકાનેર તાલુકાના જાલી, દેરાળા, રાજસ્થળી, ગાંગીયાવદર, મોરથરા સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ઓચિંતા ચેકીંગ હાથ ધરતાં ૧૪૦ જગ્યાએ પાણી ચોરી પકડાઇ છે.

વાંકાનેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અપૂરતા વરસાદના કારણે ઠેર ઠેર પાણીની પોકાર ઉઠી રહી છે. ત્યારે વાંકાનેર પંથકમાં પણ પુરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની અને અમુક શખ્સો દ્વારા ખુલ્લેઆમ પાણી ચોરી કરતાં હોવાની અવાર નવાર ફરિયાદો ઉઠવા પામી હતી. જેથી વાંકાનેર પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એન્જી. એમ.એમ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ દેવજીભાઈ, દિનેશભાઈ પ્રજાપતી, અશોકભાઈ મકવાણા, ફિરોજભાઈ કટીયા, અકબરભાઈ મોવર સહિતની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સતત દોડઘામ કરી પાણી ચોરી અટકાવવા પ્રયત્નશિલ છે. ત્યારે આજરોજ વાંકાનેરના થાન થી હસનપર સુધીની જે પાણી પુરવઠા દ્વારા નર્મદાની લાઈન આપવામાં આવી છે તે લાઈનમાં મોટા પાયે પાણી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા વાંકાનેરના જાલી, દેરાળા, રાજસ્થળી, ગાંગીયાવદર, મોરથરા સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ઓચિંતા ચેકીંગ હાથ ધરતા ૧૪૦ જગ્યાએ પાણી ચોરી પકડાઇ હતી જેમાંથી અમુક ખેડૂતો પર પોલીસ ફરિયાદ કરવા માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપેલ છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે આ પાણી ચોરી આજકાલથી નથી થતી ઘણાં સમયથી થઇ રહી છે એ પાણી પુરવઠાના તંત્ર સિવાય સમગ્ર પંથક જાણતુ હતુ અને હવે ખેતીમાં ઉનાળુ પાક નિકળી ગયો છે અને પાણીની જરુર નથી ત્યારે પાણી પુરવઠા તંત્ર હરકતમાં આવ્યું છે. આ બાબતે લોકોમાં ચર્ચા થઇ રહી છે કે અત્યારે તો માત્ર 15-20 ટકા ચોરી થાય છે બાકી વધુ ચોરી થતી ત્યારે આંખ મીચામણા કેમ થતા હતા? ઉપરાંત ખેડૂતો પર તો પાણી ચોરીની ફરિયાદ નોંધાવે છે પરંતુ મોટા ઉદ્યોગકારો જે નર્મદાની લાઈન માંથી પાણી ચોરી કરી રહ્યા છે તેના પર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી?

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text