હળવદમાં નજીવી બાબતે બે મહિલાઓને અજાણ્યા શખ્સોએ ફડાકા ઝીંકી દેતા ચકચાર

- text


શહેરની બ્રાહ્મણ ભોજન શાળા પાસે બન્યો બનાવ ઃ લોકોના ટોળા એકઠા થતા ટ્રાફિક સર્જાયો ઃ પોલીસ ઘટના સ્થળે દોડી આવી

શહેરમાં આવેલ બ્રાહ્મણની ભોજન શાળા પાસે કારને વળાંક લેવા બાબતે સીગ્નલ ન આપતા પાછળ આવી રહેલ બે યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને કારમાં સવાર એક યુવાન સહિત ત્રણ મહિલાને ગાળો ભાંડી જાહેર બજારમાં બન્ને યુવાનોએ મહિલાઓને ફડાકા ઝીંકી દઈ રફુચક્કર થઈ ગયા હતા. જયારે આ બાબતે ભોગ બનનાર કાર ચાલક પર હુમલો કરનાર બન્ને શખ્સો વિરૂધ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની લોકો પાસેથી મળતી માહિતી મુજબ હળવદના મયાપુર ગામેથી આવેલ દલવાડી પરિવારને આજે ૧૦ વાગ્યાના અરસામાં શહેરમાં કામ અર્થે આવેલ ત્યારે કાર ચાલક સહિત ત્રણ મહિલાઓ કારમાં સવાર હોય અને વળાંકમાં સીગ્નલ નહીં આપવા જેવી નજીવી બાબતે પાછળ આવી રહેલ બાઈકમાં સવાર બે યુવાનોએ ઉશ્કેરાઈ જઈ કાર ચાલકને ઉભો રાખી ગાળાગાળી કર્યા બાદ કાર ચાલક સહિત બે મહિલાઓને ભર બજારે ફડાકા ચોડી દેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ બાબતે કાર ચાલક હળવદ પોલીસ મથકે બન્ને યુવાનો વિરૂધ્ધ રજુઆત કરવા ગયા હોવાનું જાણવા મળ્યું છે. જાકે આ બનાવના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનાને પગલે બ્રાહ્મણની ભોજન શાળા પાસે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ભરબજારે બઘડાટી બોલાતા થોડાક સમય માટે બ્રાહ્મણની ભોજન શાળા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text