મોરબીમાં નવાડેલા રોડ પર ત્રણ દુકાનોના તાળા તૂટ્યા

- text


ચોરીના બનાવો અટકવા પોલીસનું નાઈટ પેટ્રોલીગ અસકરકાર બનાવવા માંગ

મોરબી : મોરબીના નવાડેલા રોડ પર ગઈકાલે ત્રણ દુકાનોના તાળા તૂટ્યા હતા.જોકે કોઈ.માલમતા ચોરાઈ ન હોવાથી વેપારીઓએ ફરિયાદ નોંધવાનું ટાળ્યું હતું.ત્યારે આ કોર્મોશ્યલ વિસ્તારમાં વધુ કોઈ ચોરીનો બનાવ ન બને તે માટે પોલીસ નાઈટ પેટ્રોલીગ અસકરકાર બનાવે તેવી જાગૃત નાગરિકે એસ.પી.ને રજુઆત કરી છે.

મોરબીના જાગૃત નાગરિક નિર્મિત કકકડે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબી શહેરના હાર્દ સમાં કોર્મોશ્યલ વિસ્તારમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને ત્રણ દુકાનોના તાળા તોડ્યા હતા.આ દુકાનોમાંથી કોઈ માલમતા ન ચોરાતા વેપારીઓએ ફરિયાદ નોંધવાનું ટાળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે. મોરબીનો મોટાભાગનો વેપાર નવાડેલા રોડ પરથી થાય છે.અનેક વેપારીઓ આ કોર્મોશ્યલ વિસ્તારમાં વેપાર કરે છે.ત્યારે તસ્કરોના તરખાટથી વેપારીઓમાં ફફળાટ વ્યાપી ગયો છે.તેથી વેપારીઓમાં સલામતીનું વાતાવરણ ઉભું થાય તે માટે આ કોર્મોશ્યલ વિસ્તારમાં પોલીસનું નાઈટ પેટ્રોલીગ અસકરકાર બને તે જરૂરી છે.આથી જાગૃત નાગરિકે આ દિશમાં પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી એસ.પીને રજુઆત કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text