મોરબી : શ્રેષ્ઠ શિક્ષણ આપતી સરકારી સંસ્થા વી.સી.ટેક. હાઈસ્કૂલ નવા સત્ર માટે સજ્જ

- text


ધોરણ 9ની પ્રવેશ પ્રક્રિયા આજથી જયારે ધોરણ 11ની 29મીથી શરૂ થશે

મોરબી : મોરબીની વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સરકારી શાળા છે, જે ધોરણ 9-10 ટેકનિકલ વિષયો સહીત તથા ધોરણ 11-12 સાયન્સ, આર્ટસ અને કોમર્સનું ખુબ ઓછી ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપે છે.

આ શાળામાં ઉચ્ચ શિક્ષણ ધરાવતા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. આ શાળામાં સરકાર દ્વારા નિઃશુલ્ક પુસ્તકો તથા શિષ્યવૃત્તિની સહાય, CCTV દ્વારા શૈક્ષણિક બાબતોનું નિરીક્ષણ, રમતના સાધનો તથા વિશાલ મેદાન, સર્વાંગી વિકાસને પોષતી ઈત્તર પ્રવૃતિઓ, લાઈબ્રેરી, એકમ કસોટીઓ દ્વારા વિદ્યાર્થીઓની પ્રગતિનું સમયાંતરે મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. આ શાળામાં ધોરણ 9ની પ્રવેશ પ્રક્રિયા આજરોજ તારીખ 6 તથા ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયા તારીખ 29ને બુધવારથી શરુ થશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text