હળવદમા પત્નીને ત્રાસ આપવાના કેસમાં પતિને દર મહિને રૂ. ૨૫૦૦ ચૂકવવાનો આદેશ

- text


પત્નીના રહેઠાણની વ્યવસ્થા પતિ કરી આપે તો દર મહિને રૂ. ૧૫૦૦ ચૂકવવાના રહેશે : સસરા પક્ષને વળતર પેટે અલગથી રૂ. ૧૫ હજાર ચૂકવવાનો હુકમ

હળવદ : હળવદના ઢવાણા ગામે પત્નીને ત્રાસ આપવાના કેસમાં પતિને દર મહિને રૂ. ૧૫૦૦ ચુકવવાનો કોર્ટે આદેશ કર્યો છે. ઉપરાંત પતિ જો પત્નીના રહેઠાણની વ્યવસ્થા ન કરી શકે તો વધારાના રૂ. ૧૦૦૦ ચૂકવવાનું પણ જણાવાયું છે. આ સાથે સસરા પક્ષને અલગથી વળતર પેટે રૂ. ૧૫ હજાર ચૂકવવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના ઢવાણા ગામે રહેતા હીનાબેન હરજીભાઈ સોલંકી દ્વારા તેમના પતિ અશોકભાઈ મુળજીભાઇ ચાવડા, સાસુ બાલુબેન મુળજીભાઈ ચાવડા, સસરા મુળજીભાઈ મોહનભાઈ ચાવડા તેમજ સંજયભાઈ મુળજીભાઈ ચાવડા, બાલજીભાઈ મુળજીભાઈ ચાવડા અને મીનાબેન મુળજીભાઈ ચાવડા સામે ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

બાદમાં આ કેસ હળવદ એડી. જયુ. મેજી.ની કોર્ટમાં ચાલી જતા તેઓએ અરજદાર પક્ષના વકીલ એસ.આર.ઝાલાની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને પતિને દર મહિને રૂ. ૧૫૦૦ ચુકવવાનો આદેશ કર્યો છે. ઉપરાંત પતિને તેની પત્ની માટે રહેઠાણની વ્યવસ્થા કરવાની તાકીદ કરીને જો રહેઠાણની વ્યવસ્થા ન થાય તો વધારાના રૂ. ૧૦૦૦ ચૂકવવા જણાવ્યું છે. આ સાથે સસરા પક્ષને વળતર પેટે રૂ. ૧૫ હજાર અલગથી ચૂકવવાનો પણ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text