મોરબીમાં ગેસ લો પ્રેસરની સમસ્યા આજથી સમાપ્ત : નવા ગેસ ટર્મિનલનું લોકાર્પણ

મોરબી : મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમા વપરાતા કોલગેસ પ્લાન્ટ બંધ થયા બાદ નેચરલ ગેસની માંગ વધતા સર્જાયેલ લો પ્રેસરની સમસ્યા આજથી સમાપ્ત થઈ જશે, ગુજરાત ગેસ દ્વારા યુદ્ધના ધોરણે નવી પાઇપલાઇન બિછાવી દેવામાં આવતા આજથી જેતપર – પીપળી રોડને ગાળા ટર્મિનલથી ગેસ મળતો થઈ જશે.

સિરામિક સીટી મોરબીમાં છેલ્લા એકાદ માસથી નેચરલ ગેસનો પુરવઠો લો પ્રેસરથી મળતો હોવાથી ખાસ કરીને પીપળી – જેતપર રોડ પર ગેસ ની જે લો- પ્રેસરની સમસ્યાના નિરાકરણ માટે ગુજરાત ગેસ દ્વારા ગાળા રોડ પર ગેસનું નવું ટર્મિનલ બનાવવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું

વધુમાં છેલ્લા ૨૦થી ૨૫ દિવસથી ગાળા રોડ ટર્મિનલ માટે ગુજરાત ગેસ અને સ્થાનિક સિરામિક એકમોના સહયોગથી ૨૪ કલાક કામગીરી શરૂ રાખવામાં આવતા ટર્મિનલનનું કામ પૂર્ણ થઇ ગયેલ છે અને આજે મોરબીના સિરામિક એકમોના માલિકોની ઉપસ્થિતિમાં ટર્મિનલનો વાલ ખોલી નવી લાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મોરબીના પીપળી રોડ સેગમ સીરામીક ખાતે યોજાયેલા આ લોકાર્પણ કાર્યક્રમમાં મોરબી સીરામીક એસો.ના પ્રમુખો મુકેશ ઉધરેજા, નિલેશ જેતપરીયા, કિરીટ પટેલ, કિશોર ભાલોડીયા સહિતના આગેવાનો તેમજ ગુજરાત ગેસના મુખ્ય અધિકારી પાટીલ, મકસુદ, અગ્રવાલ અને સંતોષ જોંપે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.