વાંકાનેરમાં અકસ્માતમાં વિમાનું વળતર મેળવવા પોલીસને ઉધા ચશ્મા પહેરાવનાર 6 સામે ગુનો નોંધાયો

- text


વાંકાનેર પોલીસે ખુદ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેર પાસેના અકસ્માતના કેસમાં વિમાનો આર્થિક લાભ લેવા માટે ખોટા પુરાવા ઉભા કર્યા હોવાનું ધ્યાને આવતા ખુદ વાંકાનેર પોલીસે આ કેસમાં ફરિયાદી બનીને પોલીસને ઉધા ચશ્મા પહેરાવનાર 6 શખ્સો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

- text

વાંકાનેર પોલીસ મથકના પી.એસ.આઇ.પૂજાબેન છગનભાઇ મોલિયાએ વાંકાનેર રહેતા શૈલેષભાઇ રાજારામ દેવમુરારી, કુકાભાઈ મેરાભાઈ ભોરણીયા, દેવશીભાઈ રઘુભાઈ ભોરણીયા, હનીફભાઈ ઉસ્માનભાઈ બાદી, ઉવેશભાઈ હનીફભાઈ બાદી, ઇબ્રાહિમભાઈ ઉસ્માનભાઈ બાદી સામે ફરિયાદ નોંધાવી હતી કે ગતતા.18 એપ્રિલના રોજ વાંકાનેર બાઉન્ડરી પાસે અકસ્માતમાં આરોપીઓના સગાનું મોત થયું હતું.જોકે જે બાઈકનો અકસ્માત થયો હતો તે બાઈકનો વીમો હતો નહિ એટલે અકસ્માતમાં વિમાનો લાભ લેવા માટે તેની જગ્યા વીમા વાળું બાઇક બદલાવી ખોટા પુરાવા ઉભા કરીને આ અંગે ફરિયાદ નોધાવી હતી.તેમજ વીમા કંપનીમાં પણ અકસ્માતમાં વિમાનું વળતર મેળવવા દાવો માંડ્યો હતો.જોકે આ બાબતની ખરાઈ કરતા આરોપીઓની કરતૂત બહાર આવતા પોલીસે આ મામલે છ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text