માળીયામાં બાઇક સ્લીપ થતા મોરબીના યુવાનનું મોત

- text


 

મોરબી : માળીયા મિયાણાના સરવડ ગામ નજીક બાઇક સ્લીપ થતા બાઈકસવાર યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવની માળીયા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના કુબેરનગરમાં રહેતા જિતેન્દ્રભાઈ નરસીભાઈ બુડાસણા ઉ.વ.39એ ગતતા 1ના રોજ પોતાના મોટર સાયકલ પર કોઈ કામસર માળીયાના સરવડ ગામ નજીક પસાર થઈ રહ્યા હતા.તે વખતે અચાનક તેઓએ મોટર સાયકલ પર કાબુ ગુમાવી દેતા મોટર સાયકલ સ્લીપ થઈ ગયું હતું.આ અકસ્માતમાં તેઓને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text