માળિયા : મોટીબરાર પ્રા.શાળામાં ધો.૮ના છાત્રોને ભાવભેર વિદાય અપાઈ

- text


સ્ટુડન્ટ ઓફ ધી યરની પદવી ડાંગર અવનીને અપાઈ

માળિયા : માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા અભિનય ગીત અને વક્તવ્યો પણ રજુ કરવામાં આવ્યા હતા.

રત્નમણિ શાળામાં દર વર્ષે શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃતિઓમાં અગ્રેસર રહેનાર વિદ્યાર્થીને “સ્ટુડન્ટ ઓફ ધી યર” નો એવોર્ડ આપવામાં આવે છે જેમાં આ વર્ષે ધોરણ ૮ ની વિદ્યાર્થીની ડાંગર અવની અજયભાઈ વિજેતા બની હતી. કાર્યક્રમ દરમ્યાન શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉજ્વળ કારકિર્દી માટે માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી દરેક વિદ્યાર્થીને ભેટ પણ આપવામાં આવી હતી. અંતમાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ મળીને શાળાના તમામ વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ ખવડાવી વિદાય લીધી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

- text