મોરબીમાં ગૌસેવક પરીવારના સૌજન્યથી રવિવારે નિઃશુલ્ક ગૌમૂત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન

- text


રાજકોટની શ્રીજી ગૌશાળા ફ્રી નિદાન તેમજ દવાની સેવા આપશે

મોરબી : આજનાં જેટ યુગમાં અનિયમિત શૈલી -વિરૂધ્ધ અને રાસાયણીક આહારો સાથે હવા પાણીની દુષીતતાને લઈને લોકો નાની ઉમરમાં જ જટીલ રોગોથી ગ્રસિત થઈ રહ્યા છે ત્યારે રાજકોટની શ્રીજી ગૌશાળા દ્વારા ગૌમૂત્ર ચિકિત્સા વડે વિવિધ રોગોની સારવાર તેમજ નિદાન માટે મોરબીમાં નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

30 વર્ષની યુવાન વયે – કેન્સર ,કિડની કે હાર્ટ એટેક જેવી બીમારીઓ સર્વ સામાન્ય છે. વળી ડાયાબીટીશ , બ્લડ પ્રેશર,વાં અને ચામડીનાં રોગો – લીવર કે આંતરડાનાં રોગોથી અનેક લોકો પીડાઈ રહ્યા છે. ખાસ કરીને વિલાયતી (એલોપેથીક) દવાઓનો અતિરેક કરવા છતાં રોગોથી છુટકારો મળતો નથી. ત્યારે આપણી પ્રાચીન ઋષિ યુગની ગૌમૂત્ર, આર્યુવેદીકની ચિકીત્સા પ્રણાલીમાં સૂચવેલા ઉપાયો દ્વારા જટીલમાં જટીલ રોગોમાં પણ ચમત્કારીક પરીણામો પ્રાપ્ત થઇ રહ્યા છે. ગૌમૂત્ર ચિકીત્સા ના પ્રચાર પ્રસાર અર્થે રાજકોટની “શ્રીજી ગૌશાળા” સૌરાષ્ટ્રનાં પાંચ શહેરોમાં શ્રી ગિરીરાજ ગૌમૂત્ર ચિકિત્સાની શ્રેણી દ્રારા નિઃશૂલ્ક ગૌમૂત્ર ચિકીત્સા દ્વારા જટીલ રોગોમાં ગૌમાતાના આશિર્વાદ તેમજ સ્વસ્થતાના વરદાન સાથે પ્રાણઘાતક બીમારીઓમાં જીવનદાન આપવાનું પૂણ્ય કાર્ય કરી રહી છે. સંસ્થા એ 20 વર્ષ માં 7 લાખથી વધુ દર્દીઓને આરોગ્ય લાભ આપ્યો છે.

- text

તારીખ 5મી મેને રવિવારે સવારે 9 વાગ્યાથી રાજેશ સાડી શોરૂમની ઉપર, પાંચમો માળ, (લીફ્ટની સુવિધા ઉપલબ્ધ છે)
ચકિયાં હનુમાન મંદીરની સામે, વસંત પ્લોટ , મોરબી ખાતે આયોજિત આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લેવા નગરજનોને અનુરોધ કરાયો છે. ફ્રી – કેમ્પમાં જોડાવવા માટે
રાજા આયુ કેર, મહેશ હોટેલ પાસે, લક્ષ્મી ગ્લાસની સામે, શનાળા રોડ, મોરબી નરેશભાઈ રાજા મો.નં.94272 36248, મિલન રાજા મો.નં. 90339 86514,
રાજેશ ક્રિએશન,ચકિયા હનુમાન સામે, રવાપર રોડ, મોરબી, ઉદયભાઈ રાજા મો.નં.99259 31987 પર નામ નોંધાવવા એક યાદીમાં જણાવાયું છે.

આ કેમ્પમાં શ્રી ગિરિરાજ ગૌમૂત્ર ચિકીત્સા કેન્દ્નનાં ચિકીત્સકો નિદાન કરી નિઃશુલ્ક દવા આપશે. મોરબી શહેરના નગરવાસીઓને આ કેમ્પ મા જોડાઈને આરોગ્ય લાભ લેવા નમ્ર અપીલ કરાઈ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text