માળીયામાં ખૂની હુમલાના કેસમાં પિતા-પુત્રો સહિત ચાર આરોપીઓને ત્રણ વર્ષની સજા

- text


વેવાઇ વચ્ચેની હિંસક અથડામણમાં એકપક્ષની ખૂની હુમલાની ફરિયાદમાં મોરબી ડ્રિસ્ટ્રીકટ કોર્ટે ચુકાદો આપ્યો

મોરબી : માળીયાના કાજરડા ગામે રિસામણે બેઠેલી પરીણીતાને તેડવા મુદે અગાઉ બે વેવાઈઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી .જેમાં સામસામી ફરિયાદ નોંધાઇ હતી અને આજે એકપક્ષની ખૂની હુમલાની ફરિયાદનો કેસ મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે પિતા-પુત્રો સહિત 4 આરોપીઓને 3 વર્ષને સજા ફટકારી છે.

આ કેસની વિગત એવી છે કે, માળિયાના કાજરડા ગામે બે વોવાઈઓ વચ્ચે બધડાટી બોલી ગઈ હતી.જેમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી.જેમાં એક પક્ષની ફરિયાદ મુજબ માળીયા મિયાણામાં રહેતા ઓસમાણભાઈ અબ્દુલભાઈ કટિયાની પુત્રીના લગ્ન અગાઉ માળિયાના કાજરડા ગામે રહેતા દાઉદ મુસાના પુત્ર જાનમહમદ સાથે થયા હતા.બન્ને પતિ પત્ની વચ્ચે મનમેળ ન થતા છેલ્લા પાંચ વર્ષથી પરણીત રિસામણે બેઠી હોવાથી બન્ને પક્ષે મનદુઃખ ચાલતું હતું.આ બાબતનો ખાર રાખીને અગાઉ આરોપીઓ મુસા દાઉદ મોવર, જાનમહમદ મુસા મોવર, રમજાન મુસા મોવર અને મહેબૂબ મુસા મોવર સહિતનાઓએ ઇકબાલ અબ્દુલ કટિયા સહિતના પર ઘાતક હથિયારોથી ખૂની હુમલો કર્યો હતો.આ ખૂની હુમલાનો કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે 24 સાક્ષીઓ તપાસી 28 દસ્તાવેજી પુરાવા તથા સરકારી વકીલ સંજય સી. દવેની ધારદાર દલીલોને આધારે પિતા અને પુત્રો સહિત ચાર આરોપીઓને 3 વર્ષની સજા અને રૂ.1 હજારનો દંડ ફટકાર્યો છે.જોકે આરોપીઓને પ્રોબેશન આપવાની માંગ કરાઈ હતી પરંતુ કોર્ટે તેનો સાફ ઇનકાર કરીને આ સજા સંભળાવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text