માળીયામાં મીઠાના અગરિયાઓ માટે જળ બન્યું મૃગજળ

- text


આકરા તાપમાં કાળી મજૂરીને ઉપરથી પાણીના સાસા હોવાથી કડોડી હાલત : આઠ દસ દિવસે પણ મળતું પાણી અશુદ્ધ

સમગ્ર રાજ્યમાં જાણે સૂર્યદેવ કોપાયમાન થયા હોય તેમ સતત આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે અને તાપમાન 45 ડીગ્રીને આંબી ગયું છે.રાજ્યમાં આગ ઝરતી ગરમીએ જે હાહાકાર મચાવ્યો છે.તેમાં સુધી વધુ દયનિય હાલત મોરબી જિલ્લાના માળીયાના મીઠાના અગરમાં કામ કરતા અગરિયાની થઈ ગઈ છે.એક તો આવા આકરા તાપમાં ખુલ્લા આકાશ નીચે કાળી મજુરી કરી રહ્યા છે.ત્યારે પીવાના પાણીની તરસ બુઝાવવા માટે આઠ દસ દિવસે પાણી મળે છે.એ પાણી પણ પીવાલાયક હોતું નથી.આવી સ્થતિમાં ઘરનું ગુજરાન કેમ ચલાવવું અને જીવન કેમ ટકાવવું એ મોટી વિડબના છે.પણ તંત્ર કે સરકારના કાને અગરિયાઓની પીડા અથડાતી નથી.

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના હરિપર ગામે આવેલા દરિયાઈ પટ્ટીના અગરિયા વિસ્તારમાં ધોમધખતા તાપમાં કાળી મજુરી કરતા શ્રમજીવીઓની પાણીના અભાવે નાજુક હાલત થઈ ગઈ છે.હાલ તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે.તેથી આવા આકારા તાપમાં મીઠાના અગરિયામાં કામ કરવું ઘણું કઠિન છે. છતાં પેટનો ખાડો પુરવા મીઠાના અગરિયાઓ ઉધડા પગે સૂર્યના તાપથી તપતા મીઠા પર ચાલીને કાળી મજુરી કરે છે.આ અગરિયાની કમનસીબી એ છે કે તેમને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી.જે પાણી આવે તે પીવા લાયક હોતું નથી. વગર પાણીએ કામ કરતા અગરિયાઓની કફોડી હાલત થઈ ગઈ છે.

મીઠાના અગરિયા વિસ્તરમાં છેક આઠ કે દસ દિવસે પાણી આવે છે.એ પાણી પણ ક્ષાર વાળું અને નાના જીવાણુઓ હોવાથી આ પાણી પી શકાતું નથી.આવી આગ ઝરતી ગરમીના મજુરી કરવી અશક્ય હોય છે.તેમાંય આકારા તાપમાં પાણી પીવાની સખત જરૂરિયાત ઉભી થાય છે.પણ આ અગરિયાઓને પાણી નસીબમાં ન હોવાથી કાળી મજુરી કરી બપોરે ભૂખ લાગવા છતાં ભોજન કરી શકતા નથી. અગરિયાની વેદના આટલી બધી કપરી હોવા છતાં સંવેદન વિહોણા તંત્ર કે સરકારના પેટનું પાણી હલતું નથી.

- text

માળીયા પાસેના મીઠાના અગરમાં જે રીતે મુશ્કેલીઓ વેઠીને અગરિયાઓ કાલી મજુરી કરી રહ્યા છે. તે જોઈને ભલભલાના રુવાડા ખડા થઈ જાય તેમ છે. અગરિયાઓ હાથના કે પગના મોજા સહિતની કોઈપણ પ્રકારની સુવિધાઓ અપાતી નથી.જોકે એવું કહેવામાં આવે છે જળ એજ જીવન છે.પરંતુ અહીં તો અગરિયા માટે જળ જ મૃગજળ બન્યું છે. તેમ છતાં અગરિયાઓની વેદના સરકારને કે તત્રને દેખાતી નથી. મીઠાના અગરિયાની કપરી સ્થિતિ માટે કોણ જવાબદાર છે નપાણિયું તંત્ર કે સરકાર ? જો જવાનદાર તંત્રની હજુ પણ ઉધ નહિ ઉડે તો કદાચ આ અગરિયાઓની હાલત વધુને વધુ નાજુક બનશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

  

 

- text