મોરબીના દરબારગઢમાં 16મીથી 45મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે

આ પાંચ દિવસીય ઉત્સવનું કાલુપુર મંદિરની યુ ટ્યુબ ચેનલ તથા ફેસબૂક પેઇજ પર જીવંત પ્રસારણ થશે

મોરબી : મોરબીના દરબારગઢમાં તારીખ 16 થી 20મે સુધી પાંચ દિવસીય 45મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે. આ પાટોત્સવમાં કથા સમય સવારે 8:30 થી 12:20, સાંજે 4:00 થી 7:00 અને રાત્રે 8:30 થી 11:00 રહેશે. આ પાટોત્સવ આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ, સ્વામી વિજ્ઞાનદાસજી મહારાજ તથા સ્વામી ગોપાલચરણદાસજી મહારાજના આશીર્વાદ તથા માર્ગદર્શનથી ઉજવાશે.

દરબારગઢના જુના હરિમંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. જેમાં પોથીયાત્રા, દીપપ્રાગટ્ય, હરિયાગ, છપ્પનભોગ, અન્નકૂટ, જેવા પ્રસંગો ઉજવાશે, આ ઉપરાંત ઘનશ્યામ જન્મોત્સવ, મહાભિષેક, રાસોત્સવ, મહિલામંચ, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કાર્યક્રમો પણ દરરોજ રાત્રે ઉજવાશે. આ કથાના યજમાન મૂળીધામના હરિકૃષ્ણ મહારાજ છે. આ કથાના મુખ્ય વક્તા ધર્મદાસજી સ્વામી(મોરબી-જૂનું મંદિર) તથા પુરુષોત્તમપ્રકાશદાસજી સ્વામી, સંહિતાપાઠી વક્તા દિવ્યપ્રકાશદાસજી મહારાજ તથા સભા સંચાલક વ્રજવલ્લભ સ્વામી છે. આ પાટોત્સવમાં મોરબી ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર, ભુજ, સાયલા, લીંબડી, મકનસર જેવા ગામોથી સંતો પધારશે. આ ઉત્સવનો ભાગ બનવા માટે આયોજકો દ્વારા ભક્તજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે 9825223139 તથા 9725097970 પર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news