વેકેશનનો સદુપયોગ કેવી રીતે કરશો?:મોરબી રેડિયોમાં આજે સાંભળો ખાસ ચર્ચા

- text


‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં નિર્મલ વિદ્યાલયના રમણિકભાઈ બરાસરા સાથે આર.જે. રવિ કરશે સીધો સંવાદ

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં નિર્મલ વિદ્યાલયના પ્રિન્સિપાલ રમણિકભાઈ બરાસરા મહેમાન બનવાના છે. તેઓ વેકેશનનો સદુપયોગ કેવી રીતે કરવો તે અંગે વિશેષ માર્ગદર્શન આપશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ અત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

આ શોમાં આજે રાત્રે નિર્મલ વિદ્યાલયના પ્રિન્સિપાલ રમણિકભાઈ બરાસરા મહેમાન બનવાના છે. રમણિકભાઈ છેલ્લા ઘણા દાયકાથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે. હાલ બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે. મોટાભાગના બાળકો મોબાઈલ અને કોમ્પ્યુટરમા જ પોતાનું વેકેશન વિતાવતા હોય છે. ત્યારે વેકેશનનો સદઉપયોગ કેવી રીતે કરવો તે અંગે રમણીકભાઈ બરાસરા માર્ગદર્શન આપશે.
આજે રાત્રે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. મોરબી એલગતી કોઈ પણ માહિતી માટે 9537676276 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text