હળવદ : મેરૂપરની શાળામાં વાર્ષિકોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

- text


શાળાના વિધ્યાર્થી દ્ધારા અલગ અલગ ક્રુતીઅો રજુ કરી કાર્યક્રમને દિપાવીયો હતો

હળવદ : હળવદના મેરુપર ગામે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું .આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા ગુજરાતની અસ્મિતાને લગતા ગૌરવ ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો અને કઠપૂતળી નૃત્યના સુંદર કાર્યક્રમો રજુ કર્યા હતા .દેશની સહરદ પર લડતા સૈનિકોની વીરતાને લગતું “જય જવાન જય કિશાન “નાટક કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું .આ પ્રસંગે સોલંકી વિરમભાઇ ભગવાનભાઇ તરફથી રૂપિયા એકવીસ હજાર દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરફથી રૂપિયા એકવીસ હજાર અને ગ્રામ પંચાયત કચેરી દ્વારા રૂપિયા અગિયાર હજારનો ચેક શાળાને અર્પણ કરવામાં આવ્યો હતો ..ગામ લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા દાનની સરવાણી વહાવી હતી ..આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણા,જિલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ પારેખ ,તાલુકા વિકાસ અધિકારી એ જે રાવલ ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે જી વોરા ,બીઆરસી કો ઓર્ડિનેટર પ્રવીણસિંહ ચૌહાણ ,મહેન્દ્રસિંહજી વાઘેલા તથા મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને સંઘના હોદ્દેદારો તથા બહોળી સંખ્યામાં મહેમાનો અને ગ્રામલોકો ઉપસ્થિત રહ્યા હતા ..આ કાર્યક્રમને સફળ બનાવવા સીઆરસી કોર્ડીનેટર કરશનભાઇ ગામના સરપંચ અનીરુધ્ધસિંહ ખેર તથા ઉપસરપંચ દિનેશભાઈ પટેલ , એસ એમ સી અધ્યક્ષ તલાટી કવશલ પટેલ ,તથા ગા્મ જનો ભરતભાઈ ખેરતથા જીતુભાઈ ખેર શાળાના આચાર્ય અને સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text