૧૫૦ ટકા જેટલો નેચરલ ગેસ વાપરનાર ૧૫ સીરામીક એકમોનું કનેક્શન કાપી નખાશે

- text


 

નેચરલ ગેસ ઉપર ૨૦ ટકાનું કપાત મુક્યા બાદ તેનું પાલન ન કરતા સીરામીક એકમો સામે જીએસપીસીની કાર્યવાહી : ૧૦૫ ટકાથી વધુ ગેસનો ઉપયોગ કરનાર એકમોને પણ વોર્નિંગ અપાઈ

મોરબી : મોરબીમાં નેચરલ ગેસ ઉપર ૨૦ ટકાનું કપાત મુક્યા બાદ તેનું પાલન ન કરતા સીરામીક એકમો સામે જીએસપીસીએ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ૧૫૦ ટકા જેટલો ગેસ વાપરનાર ૧૫ સીરામીક એકમોનું ગેસ કંપની દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવશે. ઉપરાંત ૧૦૫ ટકાથી વધુ ગેસનો ઉપયોગ કરનાર એકમોને વોર્નિંગ પણ આપવામાં આવી છે.

સીરામીક ઉદ્યોગોના વપરાતા કોલગેસીફાયર ઉપર પ્રતિબંધ મુકાયા બાદ મોરબીના તમામ સીરામીક એકમો નેચરલ ગેસ તરફ વળ્યા છે. ત્યારે ગેસની ઓચિંતી વધેલી માંગના કારણે થોડા દિવસ ગેસના ધાંધીયા પણ સર્જાયા હતા. બાદમાં ગેસ કંપની સાથે સીરામીક એસોસિએશનની મળેલી બેઠકમાં તમામ સીરામીક એકમોના ગેસ વપરાશ ઉપર ૨૦ ટકાનો કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

- text

આ નિર્ણય બાદ લિમિટ કરતા વધુ ગેસનો ઉપયોગ કરતા હોય તેવા સીરામીક એકમો સામે જીએસપીસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ૧૫ સીરામીક એકમો ૧૫૦ ટકા જેટલો ગેસ વાપરતા હોવાનું ખુલતા તેમનું ગેસ કનેક્શન જીએસપીસી દ્વારા કાપી નાખવામાં આવનાર છે. ઉપરાંત ૧૯૦ સીરામીક એકમો એવા નીકળ્યા છે જે ૧૦૫ ટકાથી વધુ ગેસનો ઉપયોગ કરે છે. આ તમામ સીરામીક એકમોને વોર્નિંગ આપવામા આવી છે.

જીએસપીસીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે સિરસમીક એકમો લિમિટથી વધુ ગેસનો વપરાશ કરે તો પાઇપલાઇન બેસી જવાની ભીતિ રહે છે. જેના કારણે ૧૬ હજાર જેટલા રેસિડેન્ટ કનેક્શનોને પણ નુકશાન પહોંચી શકે તેમ છે. આથી ગેસ કંપની દ્વારા આ મામલે કડકથી અમલવારી કરાવવામાં આવી રહી છે.

- text