માળિયાના વવાણીયા ગામે ઠંડુ પીણુ લેવા જવાની ના પાડતા યુવકને બે શખ્સોએ માર્યો

- text


માળિયા : માળિયાના વવાણીયા ગામે ઠંડુ પીણુ લેવા જવાની ના પાડતા એક યુવકને બે શખ્સોએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવકે પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયાના વવાણીયા ગામે રહેતા ભાવેશભાઈ ચનાભાઈ ખીટ ઉ.વ. ૩૩એ માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે અમરા ભાણા અને જયેશ સવા મકવાણા નામના શખ્સે તેમને ઠંડુ પીણું લેવા જવાનું કહ્યું હતું. ત્યારે તેઓએ ઠંડુ પીણું લેવા જવાની ના કહેતા બન્ને શખ્સોએ બોલાચાલી કરીને લાકડી વડે માર માર્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે હુમલો કરનાર બન્ને શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text