માળીયા પાસે આંગડિયા પેઢીના રૂ.25 લાખના ઠેલાની ઉઠાંતરીના કેસમાં ચોથો આરોપી ઝડપાયો

- text


આરોપીના હિસ્સામાં આવેલા રૂ.1.79 લાખનો મુદામાલ પોલીસે રિકવર કર્યો

મોરબી : માળીયા મિયાણા નજીક હોટલ પાસે થોડા સમય અગાઉ એસટી બસમાંથી રાજકોટની આંગડિયા પેઢીના રૂ.25 લાખ ભરેલા પાર્સલની ઉઠાંતરીના કેસમાં આજે માળીયા પોલીસે ચોથા આરોપીને ઝડપી લીધો હતો.તેમજ આરોપીના હિસ્સામાં આવેલા રૂ.1.79 લાખનો મુદામાલ રિકવર કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર થોડા સમય અગાઉ રાજકોટની એચ પ્રવિણકુમાર આંગડિયા પેઢીનો કર્મચારી રૂ.25 લાખના આંગડિયા પેઢીના કિંમતી આભૂષણો ભરેલા પર્સલની ભુજમાં ડિલવેરી કરવા માટે રાજકોટથી એસટી બસમાં નીકળ્યો હતો અને આ એસટી બસ માળીયા નજીક હાઇવે પર આવેલી હોટલ પાસે હોલ્ટ કરતા આંગડિયા પેઢીનો કર્મચારી પાસેલ પોતાની સીટમાં જ રાખીને ચા પાણી પીવા માટે બસ નીચે ઉતર્યો હતો.ત્યારે રાજકોટથી તેનો કર્મ પીછો કરતા ત્રણ શખ્સોમાંથી બે શખ્સ તક મળતા માળીયા હોટલ પાસે રોકાયેલી બસમાં ચડીને આંગડિયા પેઢીના રૂ.25 લાખના પાર્સલની ઉઠાંતરી કરીને નાસી છૂટ્યા હતા.બાદમાં પોલીસે આ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.ત્યારે માળીયા પીએસઆઈ જેડી ઝાલા સહિતના પોલીસ સ્ટાફે આ ગુનાનો ચોથો આરોપી અરવિદજી અદુજી ઠાકોર ઉ.વ.29 રહે મહેસાણાને ઝડપી લીધો હતો અને આ અગડીયા પેઢીના પાર્સલની ઉઠાંતરીના ભાગબટાઈમાં તેના હિસ્સામાં આવેલ રૂ.1.79 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text