હળવદના જુના દેવળીયાં ગામે પાટીદાર સમાજના સમૂહલગ્નનું આયોજન

- text


આખા ગામને શણગારવા માટે ચાલતી તડામાર તૈયારી :46 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે; બ્લડ ડોનેશન કેમ્પ અને પર્યાવરણના જતન માટે દરેક દંપતિને વૃક્ષ આપી શપથ લેવડવાશે

મોરબી : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે પાટીદાર સમાજના 22માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમુહલગ્નમાં પાટીદાર સમાજના 46 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે.આ રૂડા અવસરથી આ ગામમાં ઉત્સવનો માહોલ સર્જાય તે માટે આખા ગામને શણગારવામાં આવી રહ્યું છે.જોકે આ સમુહલગ્નમાં સામાજિક જવાબદારી નિભાવવા માટે રક્તદાન કેમ્પ અને દરેક દંપતીને વૃક્ષ આપીને પર્યાવરણના જનતના શપથ લેવડાવવામાં આવશે.

મોરબી માળીયા ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિ દ્વારા આગામી તા 7 મે ના રોજ આ વખતે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે પાટીદાર સમાજના 22માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પાટીદાર સમાજના 46 યુગલો પ્રભુતામાં પગલાં મંડશે. આ રૂડા પ્રસંગને દીપવવા આખા ગામમાં એક મોટા ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે અને ગામ અખને સુશોભન કરવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે અગાઉ ઉમિયા સમુહલગ્ન સમિતિના પ્રયાસોથી લગ્નના ખોટા ખર્ચ બચાવા માટે પાટીદાર સમાજમાં ઘડિયા લગ્નની ક્રાંતિકારી પહેલ કરાઈ હતી.જેના થકી પાટીદાર સમાજમાં અદભુત જાગૃતિ આવતા સમાજના અનેક યુગલોના ઘડિયા લગ્ન થયા હતા.ત્યારે સમય અને ખોટા ખર્ચની બચત કરવા માટે વર્ષોની પ્રણાલી મુજબ જુના દેવળીયા ગામે 22માં સમુહલગ્નનું આયોજન થયું છે.જોકે આ સમુહલગ્ન થકી સામાજિક જવાબદારીઓ પણ નિભાવવામાં આવે છે.જેમાં દર વખતે સમૂહલગ્નમાં પર્યાવરણ જાગૃતિ માટે નવ દંપતિઓને વૃક્ષનું વિતરણ કરીને શપથ લેવડાવવામાં આવે છે.ત્યારે જુના દેવળીયા ગામે યોજાનાર સમુહલગ્નમાં સંસ્કાર ઇમેજિગ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.તેમજ દરેક નવ દંપતિઓને એક એક વૃક્ષ આપી પર્યાવરણના જતન માટેનો સંકલ્પ લેવડાવવામાં આવશે.આ સમુહલગ્નને સફળ બનાવવા ઉમિયા સમૂહ લગ્ન સમિતિના હોદેદારો શિવલાલભાઈ ઓગણજા, જયતીલાલ વિડજા, ડો.મનુભાઈ કૈલા, ઈશ્વરભાઈ સબાપરા, વિનોદભાઈ કૈલા, કમલેશભાઈ કૈલા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text