મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘને મોકૂક રાખેલી ચુંટણી દશ દિવસમાં યોજવાનો આદેશ

- text


મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો કાન આમળતું તંત્ર

મોરબી : . છેલ્લા એક વર્ષથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજવાની બાકી હોય છેલ્લે છ મહિના પહેલા નિયમોને નેવે મૂકી સત્રાન્ત પરીક્ષાના સમયગાળામાં મનફાવે તેમ બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરીને ઘટક સંઘોની ચૂંટણી કરી હતી જેમાં નિયમ મુજબ એચ.ટા. ટ. આચાર્યની ફી લઈ સંઘના સભ્ય બનાવવાના હોય છે છતાં મોરબી,વાંકાનેર,ટનકારા તાલુકામાં HTAT આચાર્યોની અનેક વખત રજુઆત કરવા છતાં સભ્ય બનાવેલ ન હતા, ત્યારે એકવર્ષથી ચૂંટણી ન કરવાનું સઘને ભારે પડ્યું છે અને ડીપીઓએ દશ દિવસમાં ચૂંટણી કરવાનો સંઘને આદેશ આપ્યો છે.

શિક્ષકોમાં એવો કચવાટ થઈ થયો છે કે નિયમ મુજબ સી.આર.સી.બી.આર.સી. મોનિટરિંગ સ્ટાફ હોય એટલે બંધારણમા સી.આર.સી.બી.આર.સી.ને સંઘ ના સભ્ય કે પ્રતિનિધિ બનાવવવાની જોગવાઈ ન હોવા છતાં નિયમવિરુદ્ધ વાંકાનેર તાલુકામાં પે સેન્ટર માં ધાક ધમકીથીસી.આર.સી.બી.આર.સી સંઘના પ્રીતિનિધિ બની ગયા,અમુક પે સેન્ટરમાં ઉમેદવાર હાજર ન હોવા છતાં સામ,દામ, દન્ડ,નો ઉપયોગ કરી અધિકાર પત્રમાં શિક્ષકોની સહી લઈને પ્રતિનિધિની પસંદગી કરી નાખી,વળી ટનકારા તાલુકામાં હાલના કહેવાતા હોદેદાર પ્રતિનિધિની ચૂંટણી જીતી શકે તેમ ન હોય એક પ્રતિનિધિની ચૂંટણી બાકી રાખી ટંકારા તાલુકાના ચૂંટાયેલા ચાર પ્રતિનિધિઓને જાણ કર્યા વગર એમની ગેરહાજરીમાં બિનનધિકૃત રીતે ટંકારા તાલુકાના પ્રમુખ,મંત્રીની નિમણુંક કરેલ અને ડી.પી.ઓ.ની ચૂંટણી પ્રક્રિયા રોકવાના આદેશનો ઉલાળ્યો કરીને ટંકારા ઘટક સંઘની રચના કરી નાખી હોય આ ચૂંટણીને પડકારતી અરજીઓ, રજૂઆતો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવામાં આવી હતી.

- text

જેના અનુસંધાને તા.2.11.18 ના રોજ તત્કાલિન ડીપીઓએ પરિપત્ર કરી ચૂંટણી પ્રક્રિયા બંધ રાખવા જણાવાયું હતું ત્યારથી અત્યાર સુધી હાલના હોદેદારો યેન કેન પ્રકારે હોદા પર ચિટકી રહેવા માટે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા ન હતા વળી પાછું કેટલાક શિક્ષકો,પ્રતિનિધિઓ આચાર્યોએ ડી.ડી.ઓ.ને રજુઆત કરતા તા.25.4.19 ના રોજ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીએ પ્રમુખ, મહામંત્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘને સ્પષ્ટ આદેશ કરતા જણાવ્યું છે કે શિક્ષક સંઘ માન્યતા પ્રાપ્ત ફેડરેશન છે ચુંટાયેલા હોદ્દેદારોની મુદત પૂર્ણ થયા ઉપરાંત માતબર સમય વ્યતીત થવા પામેલ છે ઉક્ત મંજુર થયેલ બંધારણની કલમ 8(7) મુજબ મહાસમિતિના સભ્યોની હોદ્દેદારોની પ્રતિનિધિઓ ની ચૂંટણી બંધારણના નિયમો પેટનીયમોનું પાલન ફરજીયાત પણે કરી સમય મર્યાદામાં યોજવાની રહેશે તેવો આદેશ કર્યો છે તેમ છતાં આ નિર્ણયનું પાલન ન થાય તો પ્રમુખ,મંત્રીને જવાબદાર ગણી તેમની સામે નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવાની તાકીદ કરી છે જેથી ઘણા સમયથી ખોરંભે ચડેલી શિક્ષક સંઘની ચૂંટણી કરવાનો માર્ગ મોકલો થતા શિક્ષક આલમમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે વળી હાલ સંઘમાં શિક્ષકોના કોઈ કામ થતા નથી,માર્ચ માસનો પગાર એપ્રિલ પૂરો થવા છતાં હજુ સુધી થયો ન હોય શિક્ષકોમાં આ સંઘ પ્રત્યે ખૂબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે.

- text