મોરબીમાં પ્રોપર્ટી અને હોમ ડેકોર શોમાં માનવ મહેરામણ ઉમટ્યો : આજે તમામ લોકો માટે વિનામૂલ્યે એન્ટ્રી

- text


રામોજી ફાર્મ ખાતે ભવ્ય આયોજન : સોફાસેટથી લઈ ઇન્ટિરિયર આઇટમોનો ખજાનો એ પણ વ્યાજબી કિંમતે : બાળકો માટે આકર્ષક ચિલ્ડ્રન પ્લે એરિયા

મોરબી : મોરબીના કેનાલ રોડ પર રામોજી ફાર્મના આંગણે યોજાયેલ સૌ પ્રથમ પ્રોપર્ટી અને હોમ ડેકોરા શોમાં માનવ મહેરાણ ઉમટી રહ્યું છે. જેમાં ગઈકાલે શનિવાર અને આજે વિકેન્ડ રવિવાર હોય મોટી સંખ્યામાં જમમેદની ઉમટી પડી છે જયારે આયોજકો દ્વારા આજે રવિવારે તમામ લોકો માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામાં આવી છે.

મોરબીના રવાપર કેનાલ રોડ પર રામોજી ફાર્મ ખાતે ઉપર ફ્લેટ, મકાન, સોફાસેટ, ઇન્ટિરિયર સહિતની ચીજ વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ હોય અસંખ્ય લોકો આ પ્રોપર્ટી અને હોમ ડેકોરા શો ની સાઇટ વિઝીટ કરી રહયા છે, મોરબીના આંગણે સૌ પ્રથમ વખત આયોજિત પ્રોપર્ટી શો અને હોમડેકોરનું ભવ્યાતી ભવ્ય આઇટમો ઉપલબ્ધ છે, રવાપર રોડ રામોજી ફાર્મ ખાતે આયોજિત આ પ્રોપર્ટી શોમાં એક જ સ્થળે ફ્લેટ, ડુપ્લેક્સ, બંગલો, હોમ ડેકોરા પ્રોડકટ અને હોમલોનની સુવિધા ઉપલબ્ધ છે.

- text

તારીખ 29 સુધી ચાલનારા ધારા ઇન્ફોટેક આયોજિત આ પ્રોપર્ટી શો અંગે આયોજક પ્રફુલભાઈ ચંદ્રેશાએ જણાવ્યું હતું કે, વ્યાજબી ભાવમાં લોકોને ધરના ઘરનું સ્વપ્ન સાકાર કરવવાની સાથે અહીં સપનાના વાવેતર રૂપે વ્યાજબી કિંમતે ઘર વપરાશની તમામ ચીજોની સાથે ફર્નિચર પણ ઉપલબ્ધ છે. સંબંધ વિશ્વાસનો ટેગ લાઈન સાથે મોરબીના સૌ લોકોની અમૂલ્ય પ્રેરણા અને પ્રોત્સાહન કારણે અમો હર હંમેશ કંઇક નવું કરવા પ્રેરાયા છીએ, આ પ્રોપર્ટી શો
ફકત પ્રદર્શન જ નહિં, નવા સંબંધો અને વ્યવસાયની એક અલગ ઓળખ આપવા માટે આયોજિત કર્યાનું જણાવી તેમને જણાવ્યું હતું કે, નવા વ્યવસાયીક સંબંધો જોડવા તથા આપના વ્યવસાયને એક નવી ઉંચાઇ પર લઇ જવા માટે અમે બિલ્ડર, ડેવલોપર્સ અને ગ્રાહકો વચ્ચે સેતુ બનવા પ્રયાસ કર્યો છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, મોરબીમાં સૌ પ્રથમ વખત પ્રોપર્ટી-શો અને હોમ ડેકોરનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં મોરબી શહેર અને સરાઉન્ડિંગ મોરબી એરિયામા આવેલા પ્રોજેકટ એક જ સ્થળે ગ્રાહકોને ઉપલબ્ધ બનાવાયા છે અહીં ગ્રાહકોને તુરત હોમલોન, ઘર સજાવટની ચીજવસ્તુઓ સહિતની અવનવી વેરાયટી એક જ સ્થળે જોવા ખરીદવાનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ હોય લોકો આ પ્રોપર્ટી શોને પસંદ કરી રહ્યા છે.

રામોજી ફાર્મ, રવાપર સર્કલ પાસે, મોરબી ખાતે આયોજિત આ પ્રોપર્ટી શોમાં ૭૦ થી વધુ અગ્રણી બિલ્ડર્સ, ડેવલોપર્સ, કંપનીઓ અને બેન્કિંગ સર્વિસ ઉપલબ્ધ છે. જેથી તમાંમ લોકોએ વહેલામાં વહેલી તકે આ શોનો લાભ લઇ ડિસ્કાઉન્ટનો લાભ લેવાની સાથે સાથે આ સફળ શોમા ભાગીદાર બનવા અનુરોધ કરાયો છે.

પ્રફુલભાઇ ચંદ્રેશાએ અંતમાં જણાવ્યું હતું કે આજે રવિવારે આ પ્રોપર્ટી શોમાં તમામ લોકો માટે વિના મુલ્યે એન્ટ્રી રાખવામાં આવી છે. જોડાઇ વેપાર-વિકાસમાં ભાગીદાર બનવા અનુરોધ કરી નામાંકિત બિલ્ડર્સના પ્રોજેકટ, ફલેટસ, ફાર્મ હાઉસ, વિકેન્ડ હાઉસ, ‘ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ, હોમ ડેકોર પ્રોડકટસ અને હોમ ફાઇનાન્સ માટે મોરબીના નગરજનોને લાભ લેવા અંતમાં જણાવ્યું હતું વધુ વિગતો માટે મોબાઈલ નંબર 9978933966 9737172712 ઉપર સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.

- text