મોરબી : અકસ્માતના અલગ અલગ બે બનાવોમાં બેના મોત

- text


મોરબી : જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતોના બનાવમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જેમાં પ્રથમ બનાવમાં નવાગામ – રાસંગપર વચ્ચે અકસ્માત થતા મોરબી તાલુકાના ગોર ખીજડિયા ગામના હમીરભાઈ આંબાભાઈ કરોતરા (ઉં.વ.૬૫) ઘાયલ થતા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલ. જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવાની કાર્યવાહી દરમ્યાન વિરપર ગામ નજીક એમ્બ્યુલન્સમાં જ એમનું મૃત્યુ થયું હતું.

જ્યારે બીજા બનાવમાં ટીંબડી પાટિયા પાસે થયેલા એક અકસ્માતમાં ટીંબડી પાટિયા નજીક જ હિલ્સન હોટલમાં રહેતા સોનુ ડુંગરરામ ભાર્ગવ નામના વીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text