મોરબી : વરસ દરમ્યાન એક પણ રજા ન પાડનારા પ્રાથમિક શિક્ષકોનું સન્માન

- text


શ્રી માધાપરવાડી પ્રા.શાળાના શિક્ષકોએ વર્ષ દરમ્યાન મળતી કાયદેસરની કોઈ રજાઓ ન ભોગવી

મોરબી : કહેવાય છે કે સો શસ્ત્ર બરાબર એક શાસ્ત્ર, સો શાસ્ત્ર બરાબર એક સદવિચાર અન સો સદવિચાર બરાબર એક શાળા. શાળા એટલે માં સરસ્વતીજીનું જીવંત મંદિર. આ મંદિરમાં બાલદેવોનું શૈક્ષણિક ભક્તિ થકી ઘડતર થાય છે. પરમાત્માએ શિક્ષકને બાલદેવો સાથે કર્તવ્ય કરવાની જવાબદારી સોંપી છે. જે કર્તવ્ય યથાર્તપૂર્ણ સ્વરૂપે નિભાવનારા શિક્ષકો ઓછા જોવા મળે છે ત્યારે “શ્રી માધાપરવાડી કન્યા શાળા”ના તમામ શિક્ષક ભાઈઓ-બહેનો ખુબજ કર્તવ્યનિષ્ઠાથી પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. “શ્રી માધાપરવાડી કન્યા શાળા”ના છ શિક્ષિકા બહેનો અને બે શિક્ષક ભાઈઓએ વર્ષ 2018/19ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન એક પણ રજા ભોગવી નથી. અનેક વ્યસ્તતાઓ વચ્ચે બહેનોએ પોતાના પરિવારની તેમજ અન્ય સામાજિક જવાબદારીઓ હોવા છતાં અથાક મહેનત કરી છે. પોતાના વિષય વર્ગની વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક ગુણવત્તામાં નબળી ન રહે એ માટે વર્ષ દરમ્યાન એમને મળતી કેઝ્યુઅલ, મરજિયાત, વળતર રજા પણ ભોગવી નથી. વિદ્યાર્થીનીઓનું હીત હૈયે વસેલું હોય ત્યારે જ શક્ય બને એવું વાલીઓ જણાવી રહ્યા છે. આજે જ્યારે લોકો સરકારી શાળાઓ પર અભ્યાસની ગુણવત્તા બાબતે શંકા વ્યક્ત કરતા હોય છે ત્યારે આ શાળાના તમામ કર્મવીર શિક્ષક ભાઈઓ બહેનોએ અન્ય કર્મચારીઓને અનોખો રાહ ચીંધ્યો છે. આવી કાર્યનિષ્ઠા બદલ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી દ્વારા તમામ શિક્ષકોને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિનેશભાઈ વડસોલા અને કાળુભાઇ પરમારે તમામ શિક્ષકોના આ સત્યુ કાર્યને બિરદાવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text