મોરબીમાં પારો 43 ડિગ્રી ઉચકાયો : ઓરેન્જ બાદ હવે રેડ એલર્ટ ગરમીની આશંકા

- text


હવે જો માત્ર બે ડિગ્રી ગરમી વધશે તો રેડ એલર્ટ જાહેર થશે : તમામ સરકારી હોસ્પિટલો, પી.એચ.સીને તકેદારી રાખવા ખાસ સૂચના

મોરબી : મોરબીમાં કાળઝાળ ગરમીનૉ પ્રકોપ વધી રહ્યો છે. જેની જનજીવનને પણ અસર પહોચી છે. બપોરના સમયે ગરમીના કારણે આકાશમાંથી રીતસરની અગન વર્ષા થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી સતત 40 ડિગ્રી ઉપર તાપમાનનો પારો સ્થિર થયો છે. ત્યારે શુક્રવારે પણ ગરમી યથાવત રહી હતી અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહ્યુ હતું. જોકે રાત્રીના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતી હોવાથી લોકોને એકંદરે રાહત મળે છે. લોકો મોડી રાત સુધી શહેરમાં ટહેલતા જોવા મળી રહ્યા છે. રાજ્યભરમાં આગામી દિવસમાં હજુ ગરમીની શક્યતાને પગલે તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેના ભાગરૂપે જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરાઇ છે. તમામ સરકારી હોસ્પિટલોમાં અને પી.એચ.સી સેન્ટરમાં હિટસ્ટ્રોકનાં દર્દીઓ માટે ખાસ સુવિધા રાખી સારવાર આપવા જણાવ્યુ છે. જોકે જિલ્લા વહીવટી તંત્રનાં ચોપડે હજુ એક પણ કેસ નોંધાયો ન હોવાનું જાણવા મળ્યું હતું. અલબત્ત આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધારે થવાની સંભાવનાને પગલે લોકો હિટસ્ટ્રોકથી બચવા વધુને વધુ પાણી કે વરિયાળીનું શરબત પીવા સલાહ અપાવામાં આવી છે.

આ ઉપરાંત બપોરે 1થી 4 દરમિયાન કામ વિના ઘરની બહાર ન નીકળવા પણ સલાહ આપવામાં આવી છે. શહેરમાં આગામી સમયમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધે તેવી શકયતા વર્તાઇ રહી છે.

- text

તંત્ર દ્વારા માહિતી આપતા હિટ વેવના લક્ષણો જણાવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને માથું દુઃખવું, શરીર તપી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવું, ઉલટી ઉબકા આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં આંચકી કે તાણ આવતી જણાય તો આવા લક્ષણોને હિટ સ્ટ્રોક સમજી તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા. આ પહેલા હિટવેવ અસર થાય તો તાત્કાલિક શું કરી શકાય એ માટેની જાણકારી આપતા આરોગ્ય તંત્ર તરફથી જણાવાયું છે કે વ્યક્તિને છાયા વાળી જગ્યાએ લઈ જવા, સૌ પ્રથમ ઇમરજન્સી હેલ્પ લાઇનને ફોન કરવો
આ દરમિયાન વ્યક્તિને પગ ઉંચા રહે તે રીતે સીધો સુવડાવો, પંખાની હવા સીધી શરીર પર આવે તે રીતે પંખા પાસે શરીર રાખવુ, પાણીનો છંટકાવ કરવો, ભીનો રૂમાલ, કપડાં કે બરફ કમર ગળાનાં ભાગે મુકવા જેવી પ્રાથમિક સારવાર આપી શકાય.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text