માળિયા અકસ્માત : મૃતક પરિવાર લગ્નમાં હાજરી આપતા જતો હતો ને રસ્તામાં કાળ ભેટ્યો

- text


 

બે સગાભાઈઓના પણ કરુણ મોત, કુલ છના મોત નિપજતા અરેરાટી : સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોંગ સાઈડમાં ધસી આવીને અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઈ ‘તી

મોરબી : માળિયાના માણાબા ગામના પાટિયા પાસે આજે સાંજના સમયે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ છના મોત નિપજયા હતા. એક પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી પૂરાવા જતો હતો જેને કાળ ભેટતા પરિવારના ચાર સભ્યોના મોત નિપજયા છે. જ્યારે બીજી બાજુ બે સગાભાઈના પણ મોત નિપજયા છે. વધુમાં આ અકસ્માત સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર રોંગ સાઈડમાં ધસી આવીને બીજી કાર સાથે અથડાતા સર્જાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

માળિયા નજીક આવેલા માણાબા ગામના પાટિયા પાસે આજે સાંજના સમયે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતની મળતી વિગતો મુજબ જીજે ૦૯ બીબી ૫૨૮૨ નંબરની સેવરોલેટ કાર સાથે જીજે ૦૧ કેએલ ૧૧૨૯ નંબરની આઈ ૨૦ કાર ધડાકાભેર અથડાઈ હતી. જોકે સેવરલેટ કાર અમદાવાદથી આવતી હતી અને આઇ 20 કાર અમદાવાદ જતી હતી અને આ સેવરલેટકાર પુરપાટ ઝડપે માંણબાના પાટિયા પાસે રોગસાઈડમાં ઘસી આવતા સામેથી આવતી આઇ 20 કાર પર ધડાકાભેર ચડી ગઈ હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે બન્ને કારનો બુકડો બોલી ગયો હતો . અકસ્માતમા એક કારમાં સવાર હરિભાઈ દેવજીભાઈ પટેલ, નરશીભાઈ હંસરાજભાઈ પટેલ અને નર્મદાબેન નરશીભાઈ પટેલ તેમજ બીજી કારમા સવાર સર્વિન ભાઈ કિરીટભાઈ શાહ અને ચિરાગભાઈ કિરીટભાઈ શાહનું મોત નીપજ્યું છે. આ ઘટનાના પગલે આજુબાજુના ગામલોકો તથા સ્થાનિક પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મુતકોને પીએમ અર્થે થતા ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દેવકીબેન નારણભાઇ પટેલ અને વિમળાબેન હરિભાઈ પટેલને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. જો કે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ દેવકીબેન નારણભાઇ પટેલનું મોત નીપજ્યું છે. દેવકીબેનની ઉંમર અંદાજે ૭૦ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઇજાગ્રસ્ત વિમળાબેનની હાલત હાલ ગંભીર હોય, તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

- text

માળીયાના માણાબાના પાટિયા પાસે અકસ્માત થયાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા બનાવ સ્થળે દોડી ગયા હતા અને અકસ્માતની ઘટનાનો તાગ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.આ અકસ્માતમાં ભોગી બનનાર પટેલ પરિવાર મૂળ કચ્છનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અકસ્માતમાં મૂળ કચ્છના વતની અને ખેડબ્રહ્માના પટેલ પરિવારના ચાર સભ્યોને કાળ આંબી જતા તેમના પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે.માળીયા પોલીસે આ સમગ્ર બનાવની નોંધ કરી ફરિયાદ લેવાની તજવોજ હાથ ધરી સઘન તપાસ હાથ ધરી છે.

આ અકસ્માત ખેડબ્રહ્માના પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા.જ્યારે સામાપક્ષે બીજી કારમાં સવાર સર્વિનભાઈ કિરીટભાઈ શાહ અને ચિરાગભાઈ કિરીટભાઈ શાહના મોત નિપજ્યા હતા એ બન્ને મૃતકો સગાભાઈ થાય છે અને ગાંધીનગર રહેતા હોવાનું જાણવા મળે છે.ત્યારે આ અકસ્માતમાં બન્ને સગા ભાઈઓના મોત થતા તેમના પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

મૂળ કચ્છના અને ખેડબ્રહ્માના પટેલ પરિવારના ચાર સભ્યોના મોત થયા તેમાં પરિવારના મોભી હરિભાઈ દેવજીભાઈ પટેલ તથા તેમના પત્ની વિમળાબેન સાળી નર્મદાબેન અને સાઢુંભાઈ નરસીભાઈનો સમાવેશ થાય છે.મુતક હરિભાઈએ અગાઉ બીજા હરિભાઈ સાથે પથ્થરનો બિઝનેશ શરૂ કર્યો હતો.ત્યારબાદ આ બીજા હરિભાઈ પાર્ટનર સાથે છુંટા થઈને અલગથી ધંધો શરૂ કર્યો હતો.અને તેઓ નખત્રાણાના માળી ગામે રહેવા જતા રહ્યા હતા.ત્યારે આથી માળી ખાતે રહેતા હરિભાઈના પૂતના 28મી લગ્ન હોવાથી મુતક હરિભાઈ અને તેના પત્ની તથા પરિચિત હોવાના નાતે સાળી અને સાધુભાઈને પણ સાથે લઈને માળી જુના પાર્ટનરના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા હતા.ત્યારે આ ચારેયને કાળ આંબી ગયો હતો.જોકે મૃતક હરિભાઈ તેમના પુત્ર અને પૂતવધુ સહિત ત્રણ અન્ય સભ્યોના ઘરે જ રાખીને જતા આ ત્રણ સભ્યોનો બચાવ થયો હતો.

(ઇજાગ્રસ્ત વિમળાબેન હરિભાઈ પટેલ)

- text