લક્ષ્મીનગર ગામે ખુલ્લા કુવામાં ખુટીયો ખાબક્યો

- text


 

ગ્રામજનોએ ક્રેન બોલાવીને મહામહેનતે ખુટિયાને કુવામાંથી બહાર કાઢ્યો

મોરબી : મોરબી પાસેના લક્ષ્મીનગર ગામે ખુલ્લા કૂવામાં ખુટિયો ખાબક્યો હતો. બાદમાં ગ્રામજનોએ મહામહેનતે આ ખુટિયાને ક્રેન બોલાવીને કુવામાંથી બહાર કાઢ્યો હતો. અંતે ખુટિયો હેમખેમ રીતે કુવાની બહાર નીકળી જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- text

મોરબી પાસેના લક્ષ્મીનગર ગામે ગામ પાસે આવેલ અવાવરુ ખુલ્લા કુવામાં ખુટીયો પડી જતા ખુટીયાને બચાવવા ગ્રામજનોએ ખુટીયાને બહાર કાઢવા બહુ મહેનત કરી છતાંય કોઈ પરિણામ ન મળતા ગામના સરપંચ બાલકૃષ્ણભાઇ પટેલ દ્રારા ખુટીયાને કુવામાથી હેમખેમ બહાર કાઢવા ક્રેનની મદદ લેવાઈ હતી. ગામલોકોના સહયોગથી મહામુસીબતે ગામના યુવાનોએ કુવામાં ઉતરી ખુટીયાના શીંગળામાં રાંઢવા અને નાળા બાંધી જીવના જોખમે ક્રેન વાટે ખુટીયાને હેમખેમ સુરક્ષિત રીતે કુવામાથી બહાર કાઢીને જીવદયાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.

- text